ઈન્ટરનેટની દુનિયામાં આજે દરેક વ્યક્તિના વિવિધ પ્લેટફોર્મ ઉપર એકાઉન્ટ્સ છે. આવી સ્થિતિમાં, લોકો વિવિધ પ્લેટફોર્મના એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ આ ખૂબ જ ખતરનાક છે, કારણ કે આમ કરીને તમે હેકર્સ અને ઑનલાઇન સ્કેમર્સને તમારા એકાઉન્ટમાં ઘૂસવા માટે આમંત્રિત કરી રહ્યાં છો.
સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એ લોકોને પાસવર્ડ બનાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ તે વિશે જણાવ્યું છે. CERT એ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે અને પાસવર્ડ બનાવતી વખતે શું કરવું અને શું ન કરવું તે જણાવ્યું છે. CERT એ પાસવર્ડ માટે આ સૂચનો આપ્યા છે.
શું ન કરવું,
- અલગ-અલગ એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં.
- પાસવર્ડ માટે વારંવાર વપરાતા શબ્દો પસંદ કરશો નહીં.
- પાસવર્ડમાં શેરીનું નામ, તમારા ગામનું નામ વાપરશો નહીં.
- ટૂંકા અને સરળ પાસવર્ડ ન રાખો.
શુ કરવુ,
- મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન પસંદ કરો.
- જ્યારે પણ તમે લોગિન કરો ત્યારે લોગઆઉટ પણ કરો.
- સમયાંતરે પાસવર્ડ બદલતા રહો.
- પાસવર્ડમાં મોટા અક્ષરો, વિશેષ અક્ષરો વગેરેનો ઉપયોગ કરો.
- પાસવર્ડ એવો રાખો કે કોઈ તેનો અંદાજ ન લગાવી શકે.