નવી દિલ્હીઃ ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ 2024માં રમાનારા અંડર-19 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સાથે ટ્રાય સિરીઝ રમશે, જેના માટે બીસીસીઆઈ એ ટીમની જાહેરાત કરી દીધી છે. ઉદય શરનને ટીમની કમાન સૌંપવામાં આવી છે. સૌમ્ય કુમાર પાંડેને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. ટ્રાય સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો અફઘાનિસ્તાન સામે રમશે. આ મેચ સાથે જ ટ્રાય સીરીઝની શરૂઆત થશે.
સીરીઝમાં ત્રણે ટીમો એકબીજા સાથે બે-બે મુકાબલા રમશે. ટીમ ઈન્ડિયા સીરીઝનો બીજો મુકાબલો 2 જાન્યુઆરી, 2024માં દક્ષિણ આફ્રિકા સામે રમશે. જે બાદ 4 જાન્યુઆરીએ ત્રીજા મુકાબલામાં ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે. એના પછી ભારતીય ટીમ 6 જાન્યુઆરીએ ચોથા મુકાબલામાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. સીરીઝની ફાઈનલ 10 જાન્યુઆરીએ રમાશે. સીરીઝના બધા મુકાબલા જોહાન્સબર્ગના ઓલ્ડ એડવર્ડિયન ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડમાં રમાશે.
ભારતીય ટીમે સીરીઝ માટે ત્રણ પ્રવાસી અનામત ખેલાડિઓને પણ સામેલ કર્યા છે. જેમાં પ્રેમ દેવકર, અંશ ગોશાઈ, મો.અમાન સામાવેશ કરાયો છે. એના સિવાય ભારતીય ક્રિકેટ બોર્ડે ચાર બેકઅપ ખેલાડીઓને પણ રાખ્યા છે. જેમાં મહારાષ્ટ્રના દિગ્વિજય પાટીલ અને કિરણ ચોરમાલે, હરિયાણાના જયંત ગોયત અને તમિલનાડુંના પી વિગ્નેશ સમાવેશ કર્યા છે.
- અંડર-19 વર્લ્ડ કપ અને ટ્રાય સીરીઝ માટે ભારતીય ટીમ
ઉદય સહારણ (કેપ્ટન), અર્શિન, આદર્શસિંહ, રુદ્ર પટેલ, સચિન દાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર, અવનિશ રાવ, સૌમી પાંડે, મુરુગન અભિષેક, ઈનેશ મહારાજ, ધનુષ ગૌડા, રાજ લિંબાણી, નમન તિવારી, આરાધ્યા શુક્લા.