Site icon Revoi.in

ભારતીય રુપિયો હમણા સુધીની સૌથી નીચી સપાટીએ – US ડોલર સામે 42 પૈસા ગગડ્યો

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી ડોલર ઊંચી સપાટીએ પહોંચી રહ્યો છે,ત્યારે હવે ફરી રુપિયો ડોલરની સરખામણીએ સૌથી નીચી સપાટીએ આવી પહોંચ્યો છે.આજે ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના શરૂઆતી કારોબારમાં અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો 42 પૈસા ઘટીને 80.38 ના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે.

આ સાથે જ વિતેલા દિવસે 21 સપ્ટેમ્બર, બુધવારે ભારતીય રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 79.9750 ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે ડોલર સામે રૂપિયો 79.79 પર ખુલ્યો હતો અને દિવસના કારોબાર દરમિયાન તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બુધવારે ડૉલર ઇન્ડેક્સ 110.87ની બે દાયકાની ઊંચી સપાટીએ પહોંચી ચૂક્યો છે. જોકે, યુએસ ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરોમાં 100 બેસિસ પોઈન્ટનો વધારો કરે તેવી ઘારણાઓ પણ નહીવત જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે જંગલી ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. સતત ત્રીજા વધારા પછી બેંકનો બેન્ચમાર્ક ફંડ રેટ 3 ટકા થી વધીને 3.25 ટકા થયો છે.