Site icon Revoi.in

યુક્રેનમાં સ્થિત પોતાના ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવામાં આવશે

Social Share

દિલ્હી:યુક્રેનમાં જે રીતે વિવાદ સર્જાયો, અને રશિયાના આર્મી ઓપરેશન પછી ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા યુક્રેન સ્થિતિ એમ્બેસીને પોલેન્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિ, દેશના પશ્ચિમી ભાગોમાં હુમલાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી ધોરણે પોલેન્ડ ખસેડવામાં આવશે.

જો કે થોડા કલાકો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીને ‘ઓપરેશન ગંગા’ હેઠળ ભારતીય નાગરિકો અને ભારતના પડોશી દેશોના નાગરિકોને પરત લાવવાના સરકારના પ્રયાસો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

હાલ યુક્રેનની હાલત એવી છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધને હવે ત્રણ અઠવાડિયા જેટલો સમય થશે.રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. ભૂતકાળમાં એવું લાગતું હતું કે બંને દેશો વચ્ચેની વાતચીતથી મુદ્દાઓ સુધરશે પરંતુ એવું થયું નહીં. સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. રશિયન સૈનિકો સતત બોમ્બ અને મિસાઈલથી યુક્રેન પર હુમલો કરી રહ્યા છે. યુક્રેનમાં લાખો લોકો બેઘર બની ગયા છે. લાખો લોકોએ દેશ છોડી દીધો. યુક્રેનમાં સ્થિતિ વણસી રહી છે. આ દરમિયાન ભારત સરકારે પણ મોટો નિર્ણય લીધો છે. એક મોટો નિર્ણય લેતા મોદી સરકારે યુક્રેનમાંથી અસ્થાયી રૂપે પોતાની એમ્બેસી હટાવી દીધી છે.