- કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતીય હોકી ટીમનો નિર્ણય
- કોમનવેલ્થ 2022માં નહીં રમે ભારતીય હોકી ટીમ
- યુરોપમાં કોરોનાથી પ્રભાવિત દેશોમાં ઈંગ્લેન્ડ નંબર વન
મુંબઈ :કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હોકી ટીમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય હોકી ટીમે બર્મિઘમ 2022 કોમનવેલ્થ ગેમ્સમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. ભારતીય મહિલા હોકી અને પુરૂષ હોકીની ટીમ બર્મિઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહીં. બંને ટીમોએ બ્રિટેનમાં કોવિડ અને તેનાથી જોડાયેલા નિયમોના કારણે આ ગેમ્સમાં ના રમવાનો નિર્ણય લીધો છે.
જો કે યુરોપિયન દેશોમાં સૌથી વધારે કોરોનાવાયરસના કેસ યુકેમાં નોંધવામાં આવી રહ્યા છે. હોકી ઈન્ડિયાએ એક નિવેદન આપતા કહ્યું કે તેમની પ્રાથમિકતા એશિયાઈ રમત છે. જે 2024 પેરિસ ઓલિમ્પિક માટે મહાદ્વીપીય ક્વોલિફિકેશન ઈવેન્ટ છે. કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી બર્મિઘમમાં યોજાશે. ચીનના હાંગ્જોમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થતા એશિયાઈ ખેલો પહેલા માત્ર 32 દિવસનું અંતર છે.
તેથી હોકી ઈન્ડિયા પોતાની પુરૂષ અને મહિલા ટીમોને કોમનવેલ્થ 2022 માટે નહીં મોકલે અને તમને સમયસર જાણ કરવામાં આવી રહી છે અને આયોજકોને જાણકારી આપવામાં આવે કે તે રિઝર્વ ટીમોની ઓળખ કરે. બ્રિટેને હાલમાં જ ભારતના કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રને માન્યતા આપવાથી ઈનકાર કર્યો હતો અને દેશમાંથી આવનારા મુસાફરોને પૂર્ણ રસીકરણ હોવા છતાં તેમના માટે 10 દિવસનું કડક ક્વોરન્ટાઈન અનિવાર્ય કર્યુ છે.
બ્રિટનના પ્રતિબંધો બાદ ભારતે પણ દેશમાં આવનારા બ્રિટનના નાગરિકો પર 10 દિવસના ક્વોરન્ટાઈનનો નિયમ લાગુ કર્યો છે. ભારતના નવા નિયમો હેઠળ બ્રિટનથી આવનારા તમામ નાગરિકોને 72 કલાકની અંદર આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ બતાવવું પડશે. ભારત પહોંચવા પર એરપોર્ટમાં અને પછી 8 દિવસ બાદ વધુ બે આરટીપીસીઆર ટેસ્ટ થશે.