Site icon Revoi.in

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ થયું

Social Share

નવી દિલ્હીઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ પાછું આવ્યું છે. બજાર તેના દિવસના ઉચ્ચ સ્તરથી નીચે સરકીને બંધ થઈ ગયું હતું. એફએમસીજી અને એનર્જી શેર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતું. બજારને માત્ર IT શેરોથી જ સપોર્ટ મળ્યો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 270 પોઈન્ટ ઘટીને 77,209 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 66 પોઈન્ટના ઘટાડા સાથે 23,501 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજના કારોબારમાં આઈટી શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય મેટલ્સ અને મીડિયા શેરો વધીને બંધ રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સમાં પણ વધારો જોવા મળ્યો હતો. જ્યારે બેન્કિંગ, ઓટો, ફાર્મા, હેલ્થકેર, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ઝડપથી કારોબાર કરી રહ્યા હતા પરંતુ બપોરે બજારમાં વેચવાલીના કારણે બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 10 વધ્યા અને 20 નુકસાન સાથે બંધ થયા. BSE પર કુલ 3987 શેરોનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 1785 શેરો ઉછાળા સાથે અને 2086 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.

બજારમાં વેચવાલીથી બજાર મૂલ્યમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 434.36 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 435.75 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ કેપમાં રૂ. 1.39 લાખ કરોડનો ઘટાડો થયો છે. આજના કારોબારમાં ભારતી એરટેલ 2.32 ટકા, ઇન્ફોસિસ 1.08 ટકા, TCS 0.59 ટકા, JSW સ્ટીલ 0.54 ટકા, NTPC 0.50 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.48 ટકા, પાવર ગ્રીડ 325.80 ટકા, વિપ્રો 0.01 ટકાના વધારા સાથે બંધ થયા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.22 ટકા, એલએન્ડટી 1.78 ટકા, ટાટા મોટર્સ 1.74 ટકા, નેસ્લે 1.71 ટકા, એચયુએલ 1.63 ટકા, ટાટા સ્ટીલ 1.37 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.