Site icon Revoi.in

ભારતીય શેર બજારનું કદ વધ્યું, માર્કેટ કેપ 3.166 ટ્રિલિયન ડોલરની થઈ

Social Share

મુંબઈ:ભારતની આર્થિક તાકાત દિવસેને દિવસે વધતી જાય છે. દુનિયાના દેશો પણ તેની નોંધ લઈ રહ્યા છે ત્યારે હવે નવા સમાચાર એવા આવી રહ્યા છે કે ભારતીય શેર બજારનું કદ ફરીવાર વધ્યું છે અને હવે તેણે પ્રથમ વખત બ્રિટિશ શેરબજારને પાછળ છોડી દીધું છે.46.01 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે વિશ્વનું સૌથી મોટું બજાર છે.તે પછી ચીન 11.31 ટ્રિલિયન ડોલર, જાપાન 5.78 ટ્રિલિયન ડોલર, હોંગકોંગ 5.50 ટ્રિલિયન ડોલર અને સાઉદી અરેબિયા 3.25 ટ્રિલિયન ડોલર છે.

3 ટ્રિલિયનથી વધુના માઇલસ્ટોન્સ સાથે ભારતીય શેરબજાર વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. યુક્રેન પર રશિયન આક્રમણને કારણે વૈશ્વિક ઇક્વિટીમાં સતત ઘટાડા વચ્ચે ભારતે યુનાઇટેડ કિંગડમ ને પાછળ છોડી દીધું છે.

ડેટા અનુસાર ગુરુવારે ભારતનું માર્કેટ કેપ યુકેના 3.1102 ટ્રિલિયન ડોલરની સરખામણીએ 3.16674 ટ્રિલિયન ડોલર હતું. ગયા મહિને જીઓ પોલિટિકલ તણાવમાં વધારો થયા બાદ ભારતે માર્કેટ કેપના સંદર્ભમાં લગભગ 357.05 અબજ ડોલર ગુમાવ્યા છે. દરમિયાન 1 ફેબ્રુઆરીથી બ્રિટિશ બજારોને 410 અબજ પાઉન્ડનું નુકસાન થયું હતું. ક્રૂડ ઓઈલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવાથી સાઉદી અરેબિયાને સીધો ફાયદો થયો છે. સાઉદી અરેબિયા ક્રૂડ તેલનો વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર છે. પરિણામે છેલ્લા એક મહિનામાં તેના માર્કેટ કેપમાં લગભગ 442 અબજ ડોલરનો વધારો થયો છે.