Site icon Revoi.in

ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું, નિફ્ટી અને સેન્સેક્સમાં નજીવી વધઘટ જોવા મળી

Social Share

મુંબઈઃ આજરોજ ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું હતું. ઈક્વિટી શેરમાં નુકસાની સાથે ટ્રેડિંગ થઈ રહ્યા છે.  NSE નિફ્ટી 0.05% વધીને 25,396.35 પર ખુલ્યો, જ્યારે BSE સેન્સેક્સ 22 પોઈન્ટ વધીને 83,010 પર ખુલ્યો. આ ઉપરાંત બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 42 પોઈન્ટ વધીને 52,195 પર ખુલ્યો છે. BSE મિડકેપ સ્થિર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે સ્મોલકેપમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.

17 સપ્ટેમ્બરના રોજ બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ડિવિઝ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન યુનિલિવર અને એપોલો હોસ્પિટલ્સ ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 50 માં ટોચના ગેઇનર્સ સાબિત થયા હતા. તે દરમિયાન ટાટા મોટર્સ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, ટીસીએસ, મારુતિ સુઝુકી અને આઈશર મોટર્સ 17 સપ્ટેમ્બરના રોજ નિફ્ટી 50 માં મોટાપ્રમાણમાં ઘટાડો આવ્યો હતો.

બીજી તરફ આજરોજ WTI ક્રૂડ ઓઇલના ભાવ 0.47% વધીને $70.42 પર પહોંચ્યા હતાં. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 0.16% વધીને $72.87 થયા હતાં. તે દરમિયાન યુએસ ડૉલર ઇન્ડેક્સ (DXY) જે છ મુખ્ય કરન્સી સામે ડૉલરના મૂલ્યને ટ્રેેક કરે છે, તે 0.01% વધીને 100.72 પર પહોંચ્યો હતો. સનોફી ઈન્ડિયા સાથે ચાલી રહેલા વિવાદમાં સમાધાન બાદ પેનેશિયા બાયોટેકના શેરમાં 5%નો વધારો જોવા મળ્યો હતો. Vfin સોલ્યુશન્સના શેરમાં 3% નો વધારો જોવા મળ્યો. જૂથે 3 કંપનીઓને હસ્તગત કરવાની જાહેરાત કરી છે. વધુમાં ગુજરાત સરકાર સાથે સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા પછી ટોરેન્ટ પાવરના શેરમાં 5%નો ઉછાળો આવ્યો હતો.