ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં ખૂલ્યું
મુંબઈઃ આજે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં ખૂલ્યું. સેન્સેક્સ 166 પોઈન્ટ વધીને 73,972 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 47 પોઈન્ટ વધીને 22,400ની સપાટીએ ખૂલ્યો હતો. સવારના કારોબાર દરમિયાન બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેંક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. ખાસ કરીને ટાટા સ્ટીલ, ટાઈટન, આઈસર મોટર્સના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો. હાલમાં શેરબજારમાં 116 પોઈન્ટના વધારા સાથે 73,924ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.