Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં સતત બે દિવસના ઘટાડા બાદ ત્રીજા દિવસે તેજી

Social Share

મુંબઈઃ અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજાર 750થી વધુ અંકના ઉછાળા સાથે ખૂલતા સતત બે દિવસથી  ચાલી રહેલા ઘટાડામાં કારોબારીઓને રાહત મળી છે. 30 શેર આધારિત બીએસઇ સેન્સેક્સ  920.66 અંકના વધારા સાથે  79, 513ની સપાટીએ ખૂલ્યો હતો. તો એનએસઇનો નિફ્ટી સૂચકાંક  પણ 282 અંકના વધારા સાથે 24,  274ની સપાટીએ ખૂલ્યો હતો.

બીએસઇના તમામ 30 શેર ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. અને ગેસ તથા ઓઇલ ઇન્ડેક્સમાં  ઉછાળો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ગત રોજ બજારે સારી શરૂઆત કરી હતી પરંતુ કારોબારી સત્રના છેલ્લા કલાકોમાં શેરબજારની સપાટી ગગડી હતી. સોના ચાંદી માર્કેટની વાત કરીએ તો સોનાના ભાવમાં 600 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે અને 24 કેરેટ સોનાનો ભાવ 69, 850 રૂપિયા થયો છે. ગત રોજ સોનાનો ભાવ 72, 800 રૂપિયા હતો. તેમજ ચાંદીનો ભાવ આજે 82, 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે .