ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવ્યું
મુંબઈઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેથી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરનારી ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી નાખી છે. ચેન્નાઈમાં રમાયેલા આ મેચની ચોથી ઈનીંગ્સમાં 482 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોની સામે ઈંગ્લેન્ડના બેસ્ટમેન મોટો સ્ટોર કરી શકયા ન હતા. ત્રીજી ટેસ્ટ મેચ હવે અમદાવાદમાં રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ હતી. 482 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમના બેસ્ટમેનોએ ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે લાંબુ ટકી શકયતા ન હતા અને ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારત માટે અક્ષર પટેલે 5, રવિચંદ્રન અશ્વિને 3, જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી છે. બીજી ઇનિંગમાં ભારતે અશ્વિનની શાનદાર સદીના પરિણામે 286 રન બનાવ્યા હતા અને ઇંગ્લૅન્ડને ચેન્નાઈની પીચ પર 482 રનનું લક્ષ્ય આપ્યું હતું. બીજી ઇનિંગમાં ઇંગ્લૅન્ડ 100 રન કરે એ પહેલાં જ ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ પડી ગઈ હતી. લૉરેન્સ 26 અને બર્ન્સ 25 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. લીચ ખાતું પણ ખોલી શક્યા ન હતા અને સિબલીએ માત્ર ત્રણ રન કર્યા હતા.