1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમશે પ્રથમ ડે-નાઈડ ટેસ્ટ મેચ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમશે પ્રથમ ડે-નાઈડ ટેસ્ટ મેચ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમશે પ્રથમ ડે-નાઈડ ટેસ્ટ મેચ

0
Social Share

દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમવાર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાનો મોકો મળશે.  આ ટેસ્ટ પર્થના વાકા સ્ટેડિમમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 3 વન-ડે અને ટી-20 પણ રમશે.

  • 3 વન-ડે અને 3 ટી-20 પણ રમશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આપેલી મહિતી અનુસાર એક માત્ર ટેસ્ટ પહેલા બંને ટીમ વચ્ચે સિડની ઓવલમાં 19મી સપ્ટેમ્બર, જંક્શન ઓવલમાં 22 અને 24મી સપ્ટેમ્બરના રોજ વન-ડે રમશે. ત્યાર બાદ નોર્થ સિડની ઓવલમાં તા. 7, 9 અને 11 ઓક્ટોબરના રોજ ટી-20 મેચ રમશે. આ પ્રવાસની શરૂઆત સપ્ટેમ્બરના મધ્યમાં ડાર્વિનમાં એક તાલીમ શિબિરની સાથે થશે.

  • BCCI સચિવ જય શાહએ ડે-નાઈટ ટેસ્ટની કરી પૃષ્ટી

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી જાહેર કરાયેલી સૂચના બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના સચિવ જય શાહએ ટ્વીટ કરીને ડે-નાઈટ ટેસ્ટની પૃષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહિલા ક્રિકેટ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને આગળ વધારતા મને આ જાહેરાત કરીને ખુશી થાય છે કે, ટીમ ઈન્ડિયા ગુલાબી બોલથી પ્રથમવાર ડે-નાઈટ ટેસ્ટ રમશે.

  • મહિલા ક્રિકેટ ઈતિહાસની આ બીજી ડે-નાઈટ ટેસ્ટ

મહિલા ક્રિકેટ ઈતિહાસમાં આ બીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. જેમાં ગુલાબી બોલનો ઉપયોગ કરાશે. જો કે, પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામેલ હતી. વર્ષ 2017માં સિડનીમાં ઈંગ્લેન્ડ સાથે રમાયેલી આ ટેસ્ટ ડ્રો રહી હતી. ભારત સામે સિરીઝ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ અશેઝ સિરીઝના ભાગરૂપ મનુકા ઓવલમાં વધુ એક ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સાથે રમશે.

  • ભારતીય મહિલા ટીમ દોઢ દાયકામાં ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પ્રથમવાર રમશે ટેસ્ટ

વર્ષ 2006માં એડિલેડ ટેસ્ટ પછી ઓસ્ટ્રેલિયામાં આ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ ટેસ્ટ હશે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યાર સુધીમાં 9 ટેસ્ટ રમાઈ છે. જેમાં ચાર વાર ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. જ્યારે પાંચ મેચ ડ્રો રહી હતી. બંને ટીમો પ્રથમવાર 1977માં પર્થમાં ટેસ્ટ રમી હતી.

  • આ વર્ષે મિતાલી રાજની ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચ રમશે

ભારત વર્ષ 2014 પછી પહેલીવાર એક જ વર્ષમાં બે ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા 16મી જૂનથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમાશે. જેમાં ભારતીય ટીમનું નૈતૃત્વ મિતાલી રાજ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code