- કાલથી વરસાદનું જોર ઘટી જશે
- નવરાત્રિમાં ઝાપટાં પડવાની સંભાવના
- ઓક્ટોબરમાં ચોમાસાની વિદાય શરૂ થશે
રાજકોટ:હવામાન વિભાગના જણાવ્યા મુજબ,રાજકોટ સહીત સોરાષ્ટ્રભરમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.અને છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.આ સાથે ઓક્ટોબરમાં ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.સાંજના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો.જેના કારણે રાજકોટમાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઘટ્યું હતું.ત્યારે નવરાત્રીના સમયે ઝાપટા પાડવની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, બે વર્ષથી વરસાદની પેટર્નમાં બદલાવ આવ્યો હોવાને કારણે ચોમાસાની વિદાય ઓક્ટોબર માસમાં થાય છે. અન્યથા સપ્ટેમ્બર માસમાં ચોમાસાની વિદાય થતી હોય છે.