દિલ્હી:પાકિસ્તાનમાં રવિવારના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. આ જૂથની અફઘાન શાખાએ એક નિવેદન બહાર પાડ્યું છે. આ આત્મઘાતી હુમલામાં ચૂંટણી રેલીમાં લગભગ 54 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો સૌથી ખરાબ માનવામાં આવે છે.
આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી પહેલા સોમવારે રાજકીય પક્ષની બેઠક યોજાઈ હતી. તેમાં આત્મઘાતી બ્લાસ્ટ થયો હતો. મોટી સંખ્યામાં બાળકોના મોત પણ થયા હતા. હવે ખુરાસાન પ્રાંતમાં ઇસ્લામિક સ્ટેટે તેની વેબસાઇટ પર એક પોસ્ટ કરી, જેમાં એક નિવેદનમાં હુમલાનો દાવો કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોરે વિસ્ફોટક વેસ્ટ પહેર્યું હતું. રેલી દરમિયાન તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી.
અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના જિલ્લામાં મજબૂત હાજરી ધરાવતા ઇસ્લામી જૂથો વચ્ચેના વિભાજનને આ હુમલો પ્રતિબિંબિત કરે છે તેવું માનવામાં આવે છે. જમીયત ઉલેમા ઈસ્લામ પાર્ટીના અફઘાન અને પાકિસ્તાની તાલિબાન સાથે સંબંધો છે. પોલીસના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલા એક માર્કેટ પાસે રેલી બોલાવવામાં આવી હતી. અહીં એક તંબુ મૂકવામાં આવ્યો હતો અને ઓછામાં ઓછા 1,000 લોકો એકઠા થયા હતા.
સ્થાનિક રહેવાસી ખાન મોહમ્મદે કહ્યું કે, નેતાઓ આવતાની સાથે જ લોકોએ નારા લગાવવાનું શરૂ કરી દીધું. તે તંબુની બહાર ઊભો હતો, ત્યારે મેં બોમ્બનો જોરદાર અવાજ સાંભળ્યો. મોહમ્મદે કહ્યું કે તેણે લોકોને મદદ માટે બૂમો પાડતા સાંભળ્યા અને થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી અને ઘાયલોને લઈ જવા લાગી.