Site icon Revoi.in

ગાઝા હોસ્પિટલ ઉપર થયેલા હુમલા અંગે ઈઝરાયલે હમાસના આતંકીઓનો ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટી સ્થિત હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500થી વધારે લોકોના મોત થયાં છે. હોસ્પિટલ ઉપર રોકેટ હુમલાને લઈને હમાસ અને પેલિસ્ટાઈન વગેરેએ ઈઝરાયલ ઉપર આક્ષેપ કર્યો હતા. જો કે, આ હુમલામાં પોતાનો કોઈ રોલ નહીં હોવાનો ઈઝરાયલે દાવો કર્યો હતો. દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ હમાસના આતંકવાદીઓનો ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું છે. જેમાં ગાઝા હોસ્પિટલ થયેલા રોકેટ હુમલા મામલે વાત કરતા કેદ થયાં હતા. આ ઓડિયો રેકોર્ડિંગ જાહેર કરી છે.
https://www.facebook.com/watch/?v=1542410406515943

ગાઝાની હોસ્પિટલ ઉપર થયેલા હુમલામાં પોતાનો કોઈ હાથ નહીં હોવાના દાવા સાથે ઈઝરાયલે કેટલાક વીડિયો જાહેર કર્યાં છે. આ વીડિયોમાં હુમલા પહેલા હોસ્પિટલ પરિસર અને આસપાસના વિસ્તારને દર્શાવવામાં આવ્યાં છે. વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઈઝરાયલે કહ્યું કે, ઇસ્લામિક જિહાદ આતંકવાદી સંગઠન દ્વારા કરાયેલા નિષ્ફલ રોકેટ હુમલામાં ગાઝાની અલ અહલી હોસ્પિટલને નિશાન બનાવ્યું હતું. વીડિયોમાં જોવા મળે છે કે, હોસ્પિટલના પાર્કિંગમાં રોકેટ પડ્યા બાદ ઈમારતમાં આગ લાગી હતી. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે, તેમના હથિયાર અને ખાસ રોકેટ જ્યાં પડે છે એક મોટો ખાડો થાય છે. પરંતુ હોસ્પિટલમાં રોકેટ હુમલામાં આવુ કંઈ થયું નથી. એટલું જ નહીં ઈમારતને પણ કોઈ નુકશાન થયું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ ઉપર હમાસના આતંકીઓએ હુમલો કર્યો બાદ ઈઝરાયલી સેનાએ હમાસનો ખાતમો બોલવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમજ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાને સતત હવાઈ હુમલા મારફતે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગાઝાની હોસ્પિટલમાં અચાનક રોકેટ પડ્યું હતું. જેને લઈને હમાસ અને પેલિસ્ટાઈન દ્વારા ઈઝરાયલ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા.