Site icon Revoi.in

ગુજરાતમાં એશિયાઈ સિંહોના રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોતનો મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો

Social Share

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં છે. ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા કેટલાક વનરાજોના અગાઉ રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોત થયાની ઘટના સામે આવી છે. દરમિયાન આ મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો હતો. તેમજ ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે સિંહના મુત્યુ ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગણી કરી હતી.

રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન શક્તિસિંહ ગોહિલે એશિયાઈ સિંહોનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, એશિયાઈ સિંહ આપણા માટે ગૌરવપૂર્ણ છે પરંતુ અતિ ચિંતાનો વિષય છે કે, એશિયાઈ સિંહોના રેલ્વે લાઈન પર અકસ્માતોને કારણે મૃત્યુ થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018માં 193 સિંહના આવી દૂર્ઘટનામાં મોત થયાં હતા. જ્યારે 2019માં 200 સિંહોનું મુત્યુ રેલ્વે લાઈન પર અકસ્માતોના કારણે થયું હતું. આમ બે વર્ષના સમયગાળામાં 393 જેટલા સાવજોના મૃત્યુ થયાં હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે, 2020ના વર્ષમાં થયેલ સર્વે મુજબ 674 સિંહો ગુજરાતના ગીર જંગલમાં છે. જો આ સિંહોને રેલ્વે લાઈન ઉપર થતા અકસ્માતોથી બચાવી લેવામાં આવ્યા હોત, તો આજે કુલ વસ્તીના આંકડો વધારે હોત. જેથી આવા અકસ્માતમાં ઘટાડો થાય તે દિશામાં સરકારે તાત્કાલિક પગલા ભરવા જોઈએ.