ચૂંટણીમાં મફતના વચનોનો મુદ્દો દેશના ભલા માટે સુનાવણી કરાઈ રહી છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ ચૂંટણી દરમિયાન મફત વીજળી સહિતના વચનો અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મફત એક મહત્વપૂર્ણ મુદ્દો છે. દેશની ભલાઈ માટે આ મુદ્દે સુનાવણી ચાલી કરવામાં આવી રહી છે. CJI એનવી રમને કહ્યું કે ધારો કે કેન્દ્ર એવો કાયદો બનાવે કે રાજ્યો વસ્તુઓ મફતમાં ન આપી શકે, તો શું આપણે કહી શકીએ કે આવો કાયદો ન્યાયિક તપાસ હેઠળ નહીં આવે? વાસ્તવમાં દેશના ભલા માટે સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને સાંભળી રહી છે.
રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ આપવાના વચન પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, ગરીબીમાં ફસાયેલા વ્યક્તિને મફત સુવિધાઓ અને વસ્તુઓ પૂરી પાડતી યોજના મહત્વપૂર્ણ છે. પરંતુ પ્રશ્ન એ છે કે કઈ વસ્તુ મફતના દાયરામાં આવે છે કે કેમ અને તેને જન કલ્યાણ ગણવામાં આવશે તે કોણે નક્કી કરવું જોઈએ? સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલે ચૂંટણી પંચને વધારાની સત્તા આપી શકીએ નહીં. કોર્ટે આ મામલે આવતીકાલે સુનાવણી કરવાનું પણ કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે, અમે નક્કી કરીશું કે મફત ભેટ શું છે. કોર્ટે પૂછ્યું કે, શું સાર્વત્રિક આરોગ્ય સંભાળ, પીવાના પાણીની પહોંચ, શિક્ષણની ઍક્સેસને મફત ભેટ તરીકે ગણી શકાય. મફત ભેટ શું છે તે આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. શું આપણે ખેડૂતોને મફત ખાતર, બાળકોને મફત શિક્ષણના વચનને મફત ભેટ કહી શકીએ? જનતાના પૈસા ખર્ચવાનો સાચો રસ્તો કયો છે તે જોવું રહ્યું.