Site icon Revoi.in

રાજકોટમાં પાંચ એકરના વિસ્તારમાં આઈટી પાર્ક બનાવવામાં આવશે, સૌરાષ્ટ્રના લોકોને થશે ફાયદો

Technology in the hands of businessmen

Social Share

રાજકોટ: સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ક્રાંતિ સર્જવા અને લોકોને વધુ ડિજિટલ તરફ આગળ લાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર એ છે કે રાજકોટ ખાતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક બનશે જેનો સીધો જ ફાયદો માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દરેક ઉદ્યોગોને મળી રહેશે.

આઇટી પાર્ક બનતાની સાથે જ વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારોને આ સ્કીમનો લાભ ખૂબ સારી રીતે મળશે. હાલના તબક્કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારું પોટેન્શિયલ હોવા છતાં પણ બેંગલોર, ચેન્નાઇ , પુના અને દિલ્હી ઉપર નિર્ભર રહેવું પડે છે જે હવે રહેવું નહીં પડે અને એક જ જગ્યાએથી તમામ પ્રકારના પ્રશ્નોનું નિવારણ આવી શકશે.

રાજકોટ આઇટી એસોસિયેશને આ અંગે રાજ્ય સરકારને માહિતગાર કરતા માંગણી કરી હતીઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક માટે હાલ જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ બની રહ્યો છે તે આસપાસમાં જગ્યા નક્કી કરવામાં આવી પાંચ એકર જેટલી જાગ્યાની માગ કરવામાં આવી છે સતત સેક્રેટરી સાથે આ અંગે બેઠકોનો દોર પણ શરૂ થયો છે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ડીજીટલાઇઝેશન સહિતના મુદ્દાઓ ધ્યાને લેવામાં આવતા હોય છે ત્યારે આ તમામ મુદ્દે રાજકોટ સૌરાષ્ટ્રમાં ખૂબ સારી રીતે કાર્યો થઇ રહ્યા છે પરંતુ જે યોગ્ય ગોઠવણ થવી જોઈએ તે થઈ શકી નથી પરિણામે જ્યારે આઇટી પાર્કનું નિર્માણ થશે તો એક યોગ્ય ક્લસ્ટર ઊભો થશે અને તેનો સીધો જ ફાયદો સૌરાષ્ટ્રના દરેક ઉદ્યોગકારોને મળશે.