- રિંગણના રસથી ત્વચા ગ્લો કરે છે
- ત્વચા પરના ડાઘને રિંગણ દૂર કરે છે
આજકાલ બહારનું વાતાવણ અને પ્રદુષણને કારણે આપણી ત્વચા પર ડસ્ટ જામી જાય છે છેવટે આ ડસ્ટ ખીલ અને ડાધમાં પરિણામેં છે આવી સ્થિતિમાં આપણે ઘણા ઘરેલું ઉપચાર કરતા હોય છે, ત્યારે આજે વાત કરીશું શાકભાજી વિશે જેમાં રિંગણનો રસ તમારી ત્વચા માટે બેસ્ટ ક્રિમ, બેસ્ટ ટોનર સાબિત થઈ શકે છે ,ચાલો જાણીએ કઈ રીતે કરવો ઉપયોગ અને તેનાથી સ્કિનને થતા ફયદા વિશે
તડકામાં બળતી સ્કિનમાં રાહત આપે છે રિંગણ
હાલ રાજ્યભરમાં 44 થી 45 ડિગ્રી તાપમાન નોંધાઈ હ્યું છે આવી સ્થિતિમાં ઘરની બહાર જતા જ ટેનિંગની સમસ્યા સર્જાય છેઆ સ્થિતિમાં રીંગણનો રસ તમારી ત્વચાને રક્ષણ આપે છે. કારણ કે રિંગણમાં ફાઈટોન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે તમારા ચહેરાની બળતરામામં આરામ આપીને ઠંડક આપે છે,આ માટે રિંગને ક્રશ કરીને તેમાંથી રસ કાઢીલો અને ચહેરા પર લગાવી 10 મિનિટ રહેવાદો
તમારી ત્વચાને નરમ બનાવે છે આ રસ
રિગંણનો રસ તમારી રુસ્ક ત્વચાને કોમળ મુલાયમ બનાવે છે જે લોકોની સ્કિન ડ્રાય અને બેજાન હોય તેમના માટે આ બેસ્ટ ટોનર સાબિત થાય છે.કારણ કે રીંગણમાં પાણી 90 ટકા માત્રામાં હોય છે જેના કારણે સ્કિન હાઈડ્રેટ રાખવામાં મદદ મળે છે. જેનાથી ચહેરો સોફ્ટ થાય છે.જો તમે ઈચ્છો તો રિંગણની સ્લાઈસ કટ કરીને ચહેરા પર ઘસી શકો છો.
ત્વચાને યુવાન બનાવે છે
રીંગણમાં ખાસ કરીને એન્ટીઓક્સિડેન્ટ હોવાના કારણે ફ્રિ રેડિક્લસથી લડવામાં મદદ મળે છે. જેથી તમે તેનો ફેસ માસ્ક બનાવીને લગાવની શકો છો.વધતી ઉમરની સાથે કરચલીઓ પણ દૂર થાય છે અને ત્વચાને તાજી બનાવે છે.