નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાર સરકારના નાણા મંત્રી આતિશીએ આજે વિધાનસભામાં 10મું બજેટ રજુ કર્યું હતું. દિલ્હી સરકારનું આગામી નાણાકીય વર્ષનું બજેટ રૂ. 76 હજાર કરોડનું હોવાનું જાણવા મળે છે.
નાણામંત્રી આતિશીએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં કેજરિવાલ સરકારે મહિલાઓ માટે કામ કર્યું છે. તેમની જરુરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. બસ સેવા, હોસ્પિટલ જવા, મફ્ત સ્કૂલ સેવા, જેઈઈ, આઈઆઈટીની તૈયારીઓમાં મદદ કરવામાં આવી રહી છે. દિલ્હી સરકાર મહિલાઓને રોજગારી પુરી પાડી રહી છે. વર્ષ 2014માં સામાન્ય પરિવારની મહિલાઓ કામ કરવા જતી ન હતી કેમ કે સેલરી કરતા ખર્ચ વધારે થતો હતો. હવે મહિલાઓને ખર્ચ મામલે વિચારવાનું નથી, કેમ કે તેમના ભાઈ અરવિંદ કેજરિવાલ તેમની જરૂરિયાતોનું પુરતુ ધ્યાન આપી રહ્યાં છે. મહિલાઓમાં મફતમાં પ્રવાસ કરે છે આ યોજનાની શરૂઆત 2019માં થઈ હતી.
નાણઆમંત્રી આતિશીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર ફરિશ્તે યોજના લઈને આવી છે. માર્ગ દૂર્ઘટનામાં લોકોને અન્યોનો જીવ બચાવ્યો છે. માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને એક પૈસો આપવાની જરુર નથી. તમામ ખર્ચ કેજરિવાલ સરકાર આપશે. નવ વર્ષમાં અમારી સરકારે આરોગ્ય સેવા પર વધારે ધ્યાન આપ્યું છે. લોકોને મફત સારવાર આપ્યો છે, આ કેજરિવાર સરકારનું રામ રાજ્ય છે. મોહલ્લા ક્લીનીક યોજના દેશ વિદેશમાં જાણીતી બની છે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, 2014-15માં દિલ્હીની જીએસડીપી 4.95 લાખ કરોડ રૂપિયા હતી અને છેલ્લા દસ વર્ષમાં દિલ્હીના જીએસડીપી લગભગ અઢી ગણો વધી 11.08 લાખ કરોડ થઈ ગયો છે. વર્ષ 2014-15માં દિલ્હીમાં પ્રતિ વ્યક્તિની આવક 2.47 લાખ રૂપિયા હતી અને વર્ષ 2023-24માં આ 4.62 લાખ થઈ ગઈ છે. જે રાષ્ટ્રીય ટકાવારી કરતા પણ વધારે છે.