ધ કેરળ ફાઈલ્સને લઈને વિવાદ વકર્યો, ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવનારાઓને ફિલ્મ અભિનેત્રીનો કરારો જવાબ
બેંગ્લોરઃ ધ કેરળ સ્ટોરી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાં બાદ વિવાદ ઉભો થયો હતો. કેરળની કથિત 32000 યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવીને ISIS માટે સેક્સ સ્લેવ બનવા મોકલવામાં આવી હોવાના મામલે વિવાદ વકર્યો છે. દરમિયાન આ આક્ષેપને કેરળના સીએમ સહિતના અનેક આગેવાનોએ ફગાવ્યો હતો. દરમિયાન ફિલ્મની અભિનેત્રી અદા શર્માએ હવે ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવનારા આગેવાનોને આકરો જવાબ આપ્યો છે.
‘ધ કેરળ ફાઈલ્સ’ ફિલ્મના ટ્રેલરમાં દર્શાવેલો ધર્મ પરિવર્તનનો મામલે સત્યથી વેગળો, કેરળના CMનો દાવો
ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મમાં અભિનેત્રી અદા શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે કેરળમાં કટ્ટરપંથી મુસ્લિમ યુવકોને હિંદુ છોકરીઓને ફસાવવા માટે તાલીમ આપવામાં આવે છે, ત્યારબાદ યુવતીને ઈસ્લામમાં પરિવર્તિત કરીને આતંકવાદી સંગઠન ISIS માટે સેક્સ સ્લેવ બનવા મોકલવામાં આવે છે. અભિનેત્રી અદા શર્માએ કહ્યું કે, એક ભારતીય પહેલા માનવ હોવાને કારણે એ સમજવું જરૂરી છે કે છોકરીઓ ગાયબ થઈ રહી છે તે ખૂબ જ ડરામણી વાર્તા છે. પરંતુ તેનાથી પણ વધારે ડરામણી વાત છે કે લોકો તેને પ્રચાર કહી રહ્યા છે અને આંકડાઓ પર ચર્ચા કરી રહ્યા છે. અદા શર્માએ કહ્યું કે પહેલા અમે હકીકત જણાવી રહ્યા છીએ, પછી અમે નંબર જણાવી રહ્યા છીએ કે કેટલી છોકરીઓ ગુમ છે. તેમણે કહ્યું કે અમે પહેલા નંબર નથી જણાવી રહ્યાં.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ફિલ્મ જોયા પછી લોકો આ બધા સવાલો નહીં પૂછે. અદા શર્માએ જણાવ્યું કે તે આવી ઘણી પીડિત છોકરીઓને મળી છે અને આ પાત્રને જીવી છે. ‘ધ કેરળ સ્ટોરી’માં તેણીનું પાત્ર ‘શાલિની ઉન્નીક્રિષ્નન (પછી ફાતિમા)’ ભજવવાના અનુભવ વિશે વાત કરતાં તેણીએ કહ્યું કે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, તે એક લીટીમાં કહીને તેની સાથે ન્યાય ન કરી શકે.
અદા શર્માએ કહ્યું કે દર્શકો ફિલ્મ જોયા પછી સમજી જશે. પીડિત છોકરીઓના નામ આપી શકતી નથી કારણ કે તે આપવા યોગ્ય નથી, પરંતુ તે અને નિર્દેશક સુદીપ્તો સેન તેમને મળ્યા હતા. પીડિતાઓએ આપેલું લખાણ વાંચ્યું અને તેમનો અનુભવ જાણ્યો. અદા શર્માના કહેવા પ્રમાણે, ટ્રેલર રિલીઝના દિવસે તેને એક પીડિતાનો મેસેજ પણ મળ્યો હતો અને તેણે તમામ પીડિતો વતી તેમનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે તેણે તેનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.