Site icon Revoi.in

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ અનેક વિવાદ વિરોધ વચ્ચે પણ 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

Social Share

મુંબઈ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી  5 મે ના રોજ સિનેમાઘધરોમાં રિલીઝ થઈ જેને હાલ 10 દિવસનો સમય પણ થયો નથી હજી 9 દિવસના સમયમાં તો આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટ્રીની તૈયારીમાં છે,આજે ફિલ્મ રિલીધ થવાનો 9 મો દિવસ છે ત્યારે વિકેન્ડનો લાભ ફિલ્મને હજી મળી શકે છે.

ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’માં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાની મુખ્ય ભૂમિકામાં છે.  ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’એ અનેક વિવાદ વંટોળમાં હોવા છત્તાં તેનો જાદુ બોક્સ ઓફીસ પર બરકરાર રાખ્યો છે.

ફિલ્મ જોવા માટે દર્શકો પહેલા દિવસથી જ સિનેમાઘરોમાં ઉમટી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. દરમિયાન, આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને પછાળી છે.

જો કે હવે થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ, ‘ધ કેરલા સ્ટોરી’ OTT પર પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેને ઘણા વિવાદોમાંથી પસાર થવું પડ્યું હતું. આમ છતાં આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિનેમાઘરોમાં આ ફિલ્મના શો હાઉસફુલ થઈ રહ્યા છે. હવે આ જોઈને મેકર્સે તેને OTT પર પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

ધ કેરળ સ્ટોરીના પહેલા અઠવાડિયાના કલેક્શનને જોતા અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મ 250 કરોડની કમાણી કરી શકે છે. સમગ્ર ભારતની પસંદ બનેલી આ ફિલ્મ વિશ્વના 37 દેશોમાં રિલીઝ થઈ છે. જ્યારે ઘણા રાજ્યોમાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડ રિપોર્ટ મુજબ, ફિલ્મે પહેલા અઠવાડિયામાં 81.36 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે બીજા સપ્તાહની શરૂઆત 12 કરોડથી થઈ હતી. આ સંદર્ભમાં ફિલ્મનું કુલ કલેક્શન 93.36 કરોડ થઈ ગયું છે.

ધ કેરળ સ્ટોરી’નું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણામાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતાઓની અરજી પર પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જારી કરવામાં આવી છે. અરજીમાં પશ્ચિમ બંગાળ સરકારને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે નોટિસ જારી કરવામાં આવી છે.