Site icon Revoi.in

જામનગર નજીક રંગમતી ડેમના દરવાજા ખોલાતા દરેડ ગામ પાસે ખોડિયાર મંદિર પાણીમાં ડુબ્યું

Social Share

જામનગરઃ જિલ્લાના અનેક તાલુકામાં ગુરૂવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે રંગમતી ડેમમાં પાણીની સપાટી વધતા ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું તેના લીધે દરેડ ગામના નદીકાંઠે આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા. મંદિર અડધું પાણીમાં ગરકાવ થયું હતું.

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ પડવાના કારણે રંગમતી નદીમાં ભારે પૂર આવ્યું હતું. જેને પગલે દરેડ ગામના નદીકાંઠે આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં પાણી ઘૂસી જતા અડધું મંદિર પાણીમાં ગડકાવ થયું હતું. રંગમતી ડેમના દરવાજા ખોલવાથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે, જેને પગલે ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘૂસી ગયું હતું. દરેડ ગામનું સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીનું મંદિર દર વર્ષની જેમ આ વર્ષે ભારે વરસાદ પડવાના કારણે પાણીમાં ગરકાવ થયું છે. આ વખતે પણ સારા વરસાદના કારણે મંદિરની આજુબાજુમાં પાણી ફળી વળ્યા છે. હજુ પણ પાણીની આવક અવિરત ચાલુ છે.

જામનગરના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જામનગરનો જીવાદોરી સમાન સસોઈ ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક અવિરત પણે ચાલુ છે. જ્યારે હાલ તો મંદિર અડધું પાણીમાં ગડકાવ થયું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં જામનગરના ધ્રોળ અને જામ જોધપુર તાલુકામાં સાડા ચાર ઈંચ, જામનગર શહેરમાં 2 ઈંચ, તથા કાલાવાડમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, હજુપણ વરસાદની આગાહી કરવામાં આવી છે.