દિલ્હીઃ વિદેશના નેતાઓ મંત્રીઓ ભારતની સતત મુલાકાત લઈ રહ્યા છે આ શ્રેણીમાં હવે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક આજરોજ શુક્રવારથી ભારતની આઠ દિવસની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે.
ભૂટાનના રાજાની આ મુલાકાતને લઈને વિદેશ મંત્રાલય એ આ જાણકારી આપચા જણાવ્યું હતું કે ભૂટાનના રાજાની મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરવાની અને “ઉદાહરણીય” ભાગીદારીને આગળ વધારવાની તક પૂરી પાડશે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ભૂટાન મૈત્રી અને સહકારના અનન્ય સંબંધોનો આનંદ માણે છે, જે પરસ્પર સમજણ અને પરસ્પર વિશ્વાસ દ્વારા વર્ગીકૃત થયેલ છે.” “મુલાકાત બંને પક્ષોને દ્વિપક્ષીય સહકારની સમગ્ર શ્રેણીની સમીક્ષા કરવાની અને વિવિધ ક્ષેત્રોમાં અનુકરણીય દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવાની તક પૂરી પાડશે,
વધુ જાણકારી અનુસાર ભૂટાનના રાજા વાંગચુક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ દરમિયાન ભારત-ભૂતાન સંબંધોના વિવિધ પાસાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ વાંગચુકને મળશે.
વધુમાં મંત્રાલયે કહ્યું હચું કે “ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક ભૂટાનની રોયલ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે 3 થી 10 નવેમ્બર સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેઓ આસામ અને મહારાષ્ટ્રની પણ મુલાકાત લેશે.”