- 1510 લોકોનું સ્થળાંતર કરાયું,
- વાંકાનેરમાં 8 લોકોનું રેસ્ક્યુ કરાયું,
- તંત્ર દ્વારા ફુડપેકેટ તૈયાર કરાયા
મોરબીઃ મચ્છુ નદી બે કાંઠે થતા તેમજ મચ્છુ-2 ડેમના 30 દરવાજા ખોલતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. રોડ-રસ્તાઓ પર ઠેરઠેર કેડ સમાણા તો ક્યાંક ઢીચણ સમાણા પાણી ભરાયા હતા. મોરબીમાં મચ્છુ 2-3 ડેમમાં પાણીનો પ્રવાહ નેશનલ હાઇવે પર ફરી વળતાં સામખીયાળીથી માળીયા સુધી નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત હસ્તકના માળિયા મિયાણાનો એપ્રોચ રોડ,નાનાભેલાથી તરઘરી,સ્ટેટ હાઇવેથી બોડકી જોડતો રોડ, નાનાભેલા થી ચમન પર, હળવદ વેગડવાવ રણમલપુર રોડ, વેગડવાવ થી ઇસનપુર, વેગડવાવ- ચંદ્રગઢ, મેરુ પરથી પાડાતિરથ, ઢવાના રોડ, હરીપર કોઈબા રોડ, નવઢું વા- જુના ટુવા રોડ, ધરમપુર થી સાદુડકા, ટંકારાથી અમરાપર, બંગવાડી સહિતના 28 રોડ બંધ કરવામાં આવ્યા છે.
ભારે વરસાદને લીધે સ્થિતિને પહોંચી વળવા માટે મોરબી જિલ્લામાં હાલ આર્મી- NDRF- SDRFની ટિમ તૈનાત છે. માળિયામાં રેસ્કયુ માટે એક હેલિકોપ્ટર પણ મંગાવાયું છે. આ ઉપરાંત તંત્ર સતત પરિસ્થિતિ ઉપર મોનીટરીંગ કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. તાલુકા મુજબ જોઈએ તો માળિયામાં 545, મોરબી શહેરમાં 700 અને મોરબી ગ્રામ્યમાંથી 265 લોકોનું સલામત સ્થળે રેસ્કયુ કરવામાં આવ્યું છે. મચ્છુ-2 ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડવામાં આવી રહ્યો હતો. એટલે જો વરસાદ પણ સાથે ચાલુ રહે તો પરિસ્થિતિ વિકટ થઈ શકે તેમ હતી. પણ વરસાદે વિરામ લીધો હતો. હાલ જિલ્લામાં આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફની ટિમ તૈનાત છે. માળિયામાં ટ્રકમાં ફસાયેલા 3 લોકોના રેસ્કયુ માટે હેલિકોપ્ટર મંગાવાયું છે. વાંકાનેરના બે ગામોમાંથી એનડીઆરએફ દ્વારા 8 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં પણ સતત વરસાદને લીધે પાણી ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોમાંથી 150 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતુ, બેઠાપૂલ પાસે છુટાછવાયા વસવાટ કરતા 150 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 60 જેટલા લોકોને બસની વ્યવસ્થા કરીને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા છે જ્યાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અન્ય 90 લોકોએ પોતાના સંબંધીને ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓને ફુડ પેકેટ સાથે જ રવાના કર્યા છે. ઉપરાંત નિચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જરૂર પડ્યે અન્ય લોકોને પણ સ્થળાંતરિત કરવામાં આવી શકે છે. મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે મચ્છુ નદી બે કાંઠે થઈ છે જેના કારણે મચ્છુ નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. મોરબીમાં મકરાણી વાસ, જેલ રોડ નજીક આવેલા વણકર વાસ,વાલ્મીકિ વાસ, રબારી વાસ સહિતના નીચાણવાળા વિસ્તારમાં લોકોને ખાલી કરાવ્યા હતા અને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપી હતી. માળિયામાં ટ્રકમાં ફસાયેલા 3 લોકોના રેસ્કયુ માટે હેલિકોપ્ટર મંગાવાયું છે.