અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બીજીબાજુ સામાન્ય લક્ષણો હોય તો પણ લોકો સોમે ચાલીને કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશને ઘણાબધા સ્થળોએ કોરોનાના ટેસ્ટ માટે ડોમ ઊભા કર્યા છે. પરંતુ ડોમમાં ટેસ્ટ કિટની અછતના કારણે અહીં કરાતા ટેસ્ટ ઘટી ગયા છે. બીજી તરફ, શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર થતાં ડ્રાઈવ થ્રૂ ટેસ્ટમાં મોટી સંખ્યામાં ભીડ ઊમટી પડવાથી કારોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ત્યાં લોકો રૂ. 700 આપીને ટેસ્ટ કરાવવા મજબૂર બની રહ્યા છે. ડ્રાઈવથ્રૂ ટેસ્ટમાં રોજના બે હજારથી વધુ લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં રોજબરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાનું સમક્રમણ ઘેર ઘેર જોવા મળી રહ્યું છે. કોરોના સામે હવે લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. સામાન્ય શરદી કે તાવ હોય તો લોકો સોમે ચાલીને કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશને શહેરમાં ઘણી જગ્યાએ કોરોનાના ટેસ્ટ માટે ડોમ ઊભા કર્યા છે. આવા ડોમ પર કોરોનાના ટેસ્ટ માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે. જ્યારે ડોમમાં કાર્યકત કર્મચારીઓને કોરોનાના ટેસ્ટ માટેની પુરતી કિટ્સ અપાતી નથી.
કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા છતાં ટેસ્ટ ન થતા આખરે લોકો કંટાળીને જીએમડીસી ગ્રાઉન્ડ ઊભા કરાયેલા ડ્રાઈવથ્રુ ટેસ્ટમાં જાય છે. જ્યે રોજ બે હજારથી વધુ લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે. ત્યારે જુદી જુદી જગ્યાએ ઊભા કરાયેલા ડોમમાં કોરોનાના ટેસ્ટ માટે પુરતી કિટ્સ આપવામાં આવે તેવી શક્યતા છે. શહેરની સ્થિતિ વિકટ બનતી જાય છે. રોજ કોરોનાના કેસ 5000થી વધુ નોંધાઈ રહ્યા છે. દર મિનિટે ત્રણ વ્યક્તિ સંક્રમિત થાય છે. બીજી તરફ હોસ્પિટલ બહાર કેટલાક લોકો ખાનગી વાહનોમાં ઓક્સિજન પર સારવાર લેતા જોવા મળ્યા હતા.