Site icon Revoi.in

અમદાવાદમાં AMTSના લાલ દરવાજા ટર્મિનસને હેરીટેજ લુક અપાશે

Social Share

અમદાવાદઃ કોર્પોરેશનના એએમટીએસનું આજે રૂ. 523 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં બજેટમાં રૂ. 20 કરોડનો બધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ પ્રવાસીઓ ઉપર કોઈ વધારો બોજ નાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત એએમટીએસના લાલ દરવાજા ટર્મિનસને હેરીટેજ લુક આપવામાં આવશે. આ ઉપરાંત કેટલાક બસ સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર એએમટીએસનું ડ્રાફ્ટ બજેટ ઉચ્ચ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2021-22ના આ બજેટમાં રૂ. 20 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, પ્રવાસીઓ માટે રાહતની વાત એ છે કે, બસના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં એક લાખ શ્રમિકોને મફતમાં મુસાફરી કરાવવામાં આવશે. આ ઉપરાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા એએમટીએસના બસ સ્ટેન્ડનું નવિનીકરણ કરવામાં આવશે.

શહેરના વાસણા, સારંગપુર સહિતના બસ સ્ટેશનોનું નવીનિકરણ કરવામાં આવશે. આ બસ સ્ટેશનો ઉપર મુસાફરો માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત લાલ દરવાજા ટર્મિનસને હેરિટેજ લુક આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષો કોરોના મહામારીને પગલે એએમટીએસની આવકને ભારે અસર થઈ છે. વર્ષ 2020-21ના બજેટમાં રૂ. 131 કરોડની આવકને અંદાજ રાખવામાં આવ્યો હતો. જો કે, લોકડાઉનને કારણે આવક ઘટી હતી. ગયા વર્ષે રૂ. 35 કરોડની આવક થઈ હતી. જો કે, વતન પરત જવા માંગતા શ્રમજીવીઓને રેલવે સ્ટેશન ઉપર પહોંચાડવા માટે લોકડાઉનમાં ખાસ બસો દોડાવવામાં આવી હતી.