Site icon Revoi.in

દેશની આ જગ્યા પર મળે છે સૌથી મોટી 5 કિલોગ્રામની કેરી – 1 કેરીની કિમંત 2 હજાર રુપિયા

Social Share

હાલ ઉનાળો આવી ગયો છે ઉનાળો એટલે કેરીની સિઝન , કેરી એવું ફળ છે જે સો કોઈનું પ્રિય છે અને તે ફળોનો રાજા કહેવાય છેસામાન્ય રીતે આપણે અનેક જાતની કીરઓ જોઈ અને ખાધી પણ હશે દશેરી, ચૌસા અને લંગડા કેરીનું નામ તો ઘણું સાંભળ્યું જ હશે, પરંતુ આજે એવી કેરી વિશે જીણીશું જેનું મહત્તમ વજન પાંચ કિલો સુધી હોઈ શકે છે. તેના ભારે વજનને કારણે તે કેરીના માલિક તરીકે પ્રખ્યાત છે. આ કેરીનું નામ નૂરજહાં છે.

કેરીની ‘નૂરજહાં’ જાતના એક ફળનું મહત્તમ વજન પાંચ કિલોગ્રામ સુધીનું હોઈ છે. કેરીની આ ખાસ જાતનું ઉત્પાદન કરતા ખેડૂતોને આશા છે કે જો હવામાન અનુકૂળ રહેશે તો આ વખતે કેરીની ઉપજ સારી રહેશે અને તેનું વજન પણ વધુ રહેશે. નૂરજહાં કેરીની પ્રજાતિ અફઘાન મૂળની હોવાનું માનવામાં આવે છે.

બાગાયત નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નૂરજહાં કેરીના ઝાડ સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ફૂલ આવવાનું શરૂ કરે છે. આ ફળ જૂનના પહેલા 15 દિવસમાં પાકે છે. આ કેરીના ફળ 11 ઈંચ સુધી લાંબા થઈ શકે છે. આ કેરીના ગોટલાનું વજન 200 ગ્રામ સુધી હોય છે.

 આ  કેરી તમને જોવા મળે છે મધ્યપ્રદેશના અલીરાપુર જીલ્લાના કઠ્ઠીવાડામાં જ્યા થોડા ઘણા નુરજહા કેરીની જાતના આંબાઓ જોઈ શકાય છે. આ વિસ્તાર ઈન્દોરથી અંદાજે 25દ કિમીની દુરીએ આવેલો છે.આ કેરી 15 જૂન સુધી પાકીને રેડી થઈ જાય છે.ખેડૂતોએ આ વખતકે આ કેરીનું વજન 4 કિલોથી વધુ હોવાની આશાઓ સેવી છે.

આ કેરી અમીર લોકોની પહેલી પસંદ છે.જેનું બુકિગં એડવાન્સમાં કરાવું પડે છે.જ્યા દેશમાં કેરી 60 થી 100 રુપિયે કિલો મળે છે ત્યારે આ નુરજહા કેરીની કિમંત 2 હજાર રુપિયે કિલો હોય છે.

 નૂરજહાં કેરી પ્રથમ અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવી હતી. નૂરજહાં, મુઘલ કાળની શક્તિશાળી રાણી, જેમના નામ પરથી આ કેરીનું નામ રાખવામાં આવ્યું છે. નૂરજહાં કેરી મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં આવેલા કાઠીવાડા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેરી ઉત્પાદકે જણાવ્યું કે ગયા વર્ષે એક ફળનું સરેરાશ વજન 3.80 કિલો હતું.