21 માર્ચના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે સૌથી મોટો એસ્ટેરોઈડ
દિલ્હી : મળતી માહિતી પ્રમાણે એક મોટો એસ્ટેરોઈડ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ સમગ્ર બાબતે અવકાશ વૈજ્ઞાનીઓનું કહેવું છે કે, આ એસ્ટેરોઈડ અત્યાર સુધીનો સૌથી મોટો એસ્ટેરોઈડ હશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ એસ્ટેરોઈડ 21 માર્ચે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. નાસાએ આ મામલે માહિતી આપી છે કે, આ એસ્ટેરોઈડ 2001 એફઓ 32 લગભગ 3 હજાર ફૂટનો છે અને 20 વર્ષ પહેલાં તે મળી આવ્યો હતો.
આ સાથે જ માહિતી આપતા નાસાએ કહ્યું છે કે,. વૈજ્ઞાનિકો 21 માર્ચે અવકાશમાં આ દ્રશ્ય જોવા માટે આતપરતાથી રાહ જોઈ રહ્યા છે,તેમણે એન પણ જણાવ્યું છે કે પૃથ્વી પરથી પસાર થવાથી પૃથ્વી પર કોઈ પણ પ્રકારનું જોખમ રહેશે નહી
પૃથ્વીના સંશોધન કેન્દ્રના પોલ ચોડાસે કહ્યું કે, 2001 માં તેઓ સૂર્યની આસપાસ એફઓ 32 નો ભ્રમણકક્ષા માર્ગ જાણે છે. જેના કારણે એસ્ટેરોઈડ સાથે પૃથ્વીનું અંતર ફક્ત 1.25 મિલિયન જેટલું રેહેશે, તેના કરતા વધારે, કોઈ એસ્ટેરોઈડ ક્યારેય તેની નજીક આવી શકશે નહીં.
સાહિન-