Site icon Revoi.in

વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ મળી, તેનું વજન મનુષ્ય કરતાં 3 ગણું એટલે 200 કિલો જેટલું

Social Share

નવી દિલ્હીઃ એમેઝોનના સંશોધકોએ એક્વાડોરના રેઈનફોરેસ્ટમાથી વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ શોધી. એક વિશાળ લીલો એનાકોન્ડા જેનું વજન સરેરાશ મનુષ્ય કરતાં 3 ગણું એટલે કે લગભગ 200 કિલો જેટલુ છે. 26 ફૂટ લાંબા આ સાપનું માથું મનુષ્યના માથા બરાબર છે. આ સાપનું નામ ઉત્તરી ગ્રીન એનાકોન્ડા છે. વાઇલ્ડ લાઇફ પ્રેજેંટર પ્રોફેસર ફ્રીક વોંકને આ સાપ બ્રાઝિલના દૂરના વિસ્તારમાં મળી આવ્યો હતો. આ પહેલા સાપની સૌથી મોટી જાણીતી પ્રજાતિ રેટિકુલેટેડ અજગર હતો. જે સરેરાશ 20 ફૂટ 5 ઇંચ લાંબો હતો.

સંશોધકો દ્વારા જાહેર કરાયેલ વીડિયોમાં પ્રોફેસર વોંક (40 વર્ષીય ડચ જીવવિજ્ઞાની), એનાકોન્ડાની બાજુમાં સ્વિમિંગ કરતા જોઈ શકાય છે. તેમણે કહ્યું કે, આ સાપ 26 ફૂટ લાંબો છે અને તેનું વજન લગભગ 200 કિલો છે. તેમણે કહ્યું, ‘નવ દેશોના અન્ય 14 વૈજ્ઞાનિકો સાથે મળીને અમે ગ્રીન એનાકોન્ડાની શોધ કરી છે, જે વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ છે.

વેનેઝુએલા, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાના સહિત દક્ષિણ અમેરિકામાં તેમની સીમાના ઉત્તરમાં જોવા મળતા ગ્રીન એનાકોન્ડા સંપૂર્ણપણે અલગ પ્રજાતિઓ હોવાનું જણાય છે. આના અને અન્ય એનાકોન્ડામાં આનુવંશિક તફાવત 5.5 ટકા છે, જે ઘણો વધારે માનવામાં આવે છે. જેમ મનુષ્ય અને ચિમ્પાન્જીના જનીનોમાં 2 ટકાનો તફાવત હોય છે તેમ એનાકોન્ડા વચ્ચેનો તફાવત પણ વધારે છે. સંશોધકોએ હવે આ એનાકોન્ડાને લેટિન નામ Eunectes akaima આપ્યું છે, જેનો અર્થ થાય છે ઉત્તરીય ગ્રીન એનાકોન્ડા.