છેલ્લા 24 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો
- 24 દિવસ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો
- ડિઝલ પર 17 અને પેટ્રોલ પર 18 પૈસા ઘટ્યા
દિલ્હી – સરકારી ઓઈલ કંપનીઓ તરફથી છેલ્લા 24 દિવસના લાંબા સમયગાળા બાદ પેટ્રોલ ડીઝલની કિમંતોમાં બદલાવ કરવામાં આવ્યો છે,આજ રોજ ડિઝલ પર 17 અને પેટ્રોલ પર 18 પૈસા ઘટ્યા છે.
આજરોજ રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.99 રુપિયા છે જ્યારે ડીઝલની કિમંત 81.30 રુપિયા પ્રતિ લીટર નોંધાઈ છે.આર્થિક હબ ગણાતા મુંબઈમાં પેટ્રોલ-ડીઝલની સરેરાશ કિમંત 97.40 અને 88.42 નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે,પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સવારે છ વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવતા હોય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ ધારા ધોરણોના પ્રમાણએ ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પમ્પનું સંચાલન કરે છે. તેઓ ટેક્સ અને તેમના પોતાના માર્જિન ઉમેર્યા પછી છૂટક ભાવે તેને વેચે છે. આ ખર્ચ પણ પેટ્રોલ દર અને ડીઝલ દરમાં ઉમેરવામાં આવે છે.
સાહિન-