અમેરિકાની ગાયિકા-અભિનેત્રી “સિસી હ્યુસ્ટન”નું 91 વર્ષની વયે નિધન
બે વખતની ગ્રેમી એવોર્ડ વિજેતા અને દિવંગત ગાયિકા-અભિનેત્રી વ્હીટની હ્યુસ્ટનની માતા “સિસી હ્યુસ્ટન”નું 91 વર્ષની વયે અલ્ઝાઈમર બીમારીથી નિધન થયું છે. સિસી 7 દાયકાથી સંગીતની દુનિયામાં સક્રિય હતી તેમણે માત્ર 5 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. તે R&B જૂથ ‘ધ સ્વીટ ઇન્સ્પિરેશન્સ’ની સ્થાપક સભ્ય પણ હતી જ્યાં તેણે રોય હેમિલ્ટન અને એલ્વિસ પ્રેસ્લી જેવા લિજેન્ડ્સ સાથે ગાયું હતું.
સિસીની પુત્રવધૂ પેટ હ્યુસ્ટને તેના નિધનની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સિંગર અલ્ઝાઈમરથી પીડિત હતી. ન્યુ જર્સીમાં તેમના ઘરે તેમનું અવસાન થયું. તેમની અંતિમ ક્ષણોમાં પરિવારના સભ્યો તેમની સાથે હાજર હતા. સીસીની પુત્રવધૂએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અમારું હૃદય દુઃખ અને દર્દથી ભરેલું છે. અમે અમારા પરિવારના વડા ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે સંગીત અને સંસ્કૃતિમાં સિસીનું યોગદાન મહાન છે.
સિસીએ તેની કારકિર્દીમાં 600 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. 1970 માં હ્યુસ્ટનમાં તેમણે સોલો કરિયરની શરૂઆત કરી અને પરંપરાગત ગોસ્પેલ આલ્બમ શ્રેણીમાં બે ગ્રેમી એવોર્ડ જીત્યા. તેમને આ એવોર્ડ 1997 અને 1999માં આપવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે સિસી હ્યુસ્ટન 1981માં “સેવેન્ટીન મેગેઝીન”ના કવર પેજ પર સ્થાન પામતી પ્રથમ અશ્વેત કલાકાર હતી.