Site icon Revoi.in

દેશની આ ત્રણ રાજ્યની હાઈકોર્ટને મળ્યા નવા ન્યાયાધિશ, કાયદામંત્રી એ શુભેચ્છાઓ પાઠવી

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ કેન્દ્રની  સરકારે જેશના ત્રણ રાજ્યની હાઈકોર્ટને નવા ન્યાયાધિશ આપ્યા છે, જાણકારી પ્રમાણે પટના અલ્હાબાદ અને છત્તીસગઢની હાઈકોર્માંટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી છે.

આ નવા બનેલા જસ્ટિસને દેશના કાયદામંત્રીએ અભિનેદન પાઠવ્યા છે.એક  ટ્વિટમાં, કાયદા પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, ભારતના રાષ્ટ્રપતિએ નીચેના ન્યાયાધીશોને ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશો તરીકે નિયુક્ત કર્યા છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.

નવા મુખ્ય ન્યાયાધીશોમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પ્રિતીંકર દિવાકર, છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ રમેશ સિંહા અને પટના હાઈકોર્ટના જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની નિયૂક્તી કરવામાં આવી  છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા મહિના દરમિયાન સુપ્રીમ કોર્ટના કોલેજિયમે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદોન્નતિ માટે ઘણા જજોના નામની ભલામણ કરી હતી.ત્યારે હવે આ ત્રણેય રાજ્યની હાઈકોર્ટમાં ન્યાયાધિશની ભૂમિકા ભજવશે.

કોલેજિયમે અલ્હાબાદ હાઈકોર્ટ માટે જસ્ટિસ પ્રિતીંકર દિવાકર, કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ ટીએસ શિવગ્નનમ, છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ રમેશ સિંહા, ગુજરાત હાઈકોર્ટ માટે જસ્ટિસ સોનિયા જી ગોકાની અને મણિપુર હાઈકોર્ટના જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુરની ભલામણ કરી હતી.