સીતાફળના ઝાડના પાદંડા સ્વાસ્થ્યને ઘણી રીતે રાખે છે તંદુરસ્ત – જાણો તેના ઉપયોગથી થતા અઢળક ફાયદા
- સીતાફળના પાન અનેક રીતે ગુણકારી
- અનેક બિમારીમાં તેનો ઉપયોગ ફાયદાકારક
સામાન્ય રીતે આપણે સાંભળ્યું હશે કે સીતાફળ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે,પરંતુ શું તમે જાણો છો સીતાફળની સાથે સાથે તેના ઝાડના પાંદડા પણ એટલા જ ગુણકારી છે, તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે, સીતાફળના પાદંડા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે, તે અનેક રોગમાં ઉપયોગમાં લેવાય છે, તો ચાલો જાણીએ સીતાફળના પાનથી થતા ફાયદાઓ.તેના પાનમાં રહેલા ગુણો વાગેલામાં રુઝ લાવે છે તો તેના પાનનો ઉકાળો શરીરને તંદુરસ્ત રાખે છે.
સીતાફળના પાદંડા અનેક રીતે ઉપયોગી
- સીતાફળના પાંદડા હૃદય સંબંધીત તકલીફમાં રાહત આપે છે કારણ કે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની સારી માત્રા હોય છે. જે હૃદયની માંસપેશિઓને રાહત આપવાનું કાર્ય કરે છે.
- સીતાફળના પાંદડાનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો આવે તો હસ્ટ્રોકથી પણ બચી શકાય છે.
- સીતાફળના પાન ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી છે,સીતાફળના પાનમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરમાં સુગરનું લેવલ ધીમું કરવામાં મદદ કરે છે. ડાયાબિટિસ ઓછી કરવા માટે સીતાફળના 2-3 પાનને પાણીમાં ઉકાળીને તેનું રોજ સવારે ખાલી પેટે સેવન કરો.
- સીતાફળના પાનનો ઉકાળો સવારે ખાલી પેટે પીવાથી લાભ થાય છે.તેનાથી શરીરની શક્તિ વધે છે તેની સાથે જ સીતાફળના પાનનો ઉપયોગ શારીરિક ક્ષમતા અને શક્તિને વધારવા થાય છે.
- સીતાફળના પાનમાં પોષત તત્વો અને ખનિજ પદાર્થ હોય છે જેની જરૂર આપણા શરીરને પુરતી શક્તિ પુરી પાડે હોય છે.
- આપણા શરીરની શારીરિક શક્તિ વધારવા માટે અડધા કપ પાણીમાં 2-3 સીતાફળના પાન ઉકાળો અને ચા તરીકે તેનું સેવન કરો.
- સીતાફળના પાનનો ઉકાળો એન્ટિ એંજિંગ તરીકે કામ કરે છે ત, ઔષધીય ગુણોથી ભરપૂર સીતાફળના પાન સ્કિનને લગતી સમસ્યાઓમાં રહાત આપે છે.
- સીતાફળના આ એન્ટી ઓક્સિડેન્ટ સ્કિનને સૂર્ય તરફથી મળતા ડાયરેક્ટ તડકાથી થતાં નુકસાનથી બચાવે છે. આ સિવાય સ્કિન સેલ્સને હાની કરનારા ફ્રી રેડિકલ્સને અસરને પણ ઓછી કરે છેે.
- આ સાથે જ આ પાનનો રસ નીકાળીને જ્યા પણ ઘા કે ઈજા થઈ હો ત્યા લગાવવાથી જલ્દી રુઝ આવે છે