ભારત દેશમાં જો ડાયાબિટિસના દર્દીઓની વાત કરવામાં આવે તો તેની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ડાયાબિટિઝના દર્દીઓએ દવાની સાથે સાથે આર્યુવૈદિક એટલે કે ઔષધિઓનું પણ સેવન કરવું જોઈએ .ડાયાબિટીસ એટલે કે શુગરમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે બ્લડ શુગર લેવલ વધારે છે.
નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને રફવાળા ખોરાક ખાવાથી પણ ઇન્સ્યુલિન સક્રિય થાય છે.જો કે કેટલીક કુદરતી વસ્તુઓ છે જે લોહીમાં ઇન્સ્યુલિન વધારવાનું કામ કરે છે. જો તમે તમારા સુગર લેવલને પ્રાકૃકિત રીતે કંટ્રોલમાં રાખવા માંગતા હોવ તો દવાઓની સાથે કેટલાક ખાસ પાનનું પણ સેવન કરવું જોઈએ. આ પાંદડા ઇન્સ્યુલિનનું નિયમન કરે છે.
ગુડમાર
સુગરથી લઈને ડેન્ગ્યુ-મેલેરિયાના ઈલાજમાં ગુડમારના પાનને ફાયદાકારક માનવામાં આવે છે. તેને ખાધા પછી ગોળ કે ખાંડની મીઠાશનો અનુભવ થતો નથી. કારણ કે તે ગોળ જેવી મીઠી છે, પરંતુ તે સપગરને કાપી નાખે છે. તેને ખાવાથી મીઠાઈની લાલસા સમાપ્ત થાય છે. જો તમે તેને દરરોજ તેને કાચું ચાવવાનું શરૂ કરો છો, તો તે ટેસ્ટ બડ પરના સુગર રીસેપ્ટર્સને અવરોધે છે. તે ઇન્સ્યુલિન સ્ત્રાવ અને કોષોના પુનર્જીવન પર પણ કામ કરે છે.
ડાયાબિટિઝના દર્દીઓએ દરરોજ ખાલી પેટે ગુડમારના પાન ચાવવા જોઈએ અથવા બજારમાં મળતા ગુડમારનું પ્રવાહી અને પાવડર પાણી સાથે ખાઈ શકો છો.
સદાબહારનાં પાંદડાં અને ફૂલો –
સદાબહારનાં ફૂલો અને પાંદડાંનો પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ઘણો મોટો ફાયદા કરે છે. જો તમે દરરોજ સવારે તેને ખાવાની ટેવ પાડો છો, તો તે તમારા ઇન્સ્યુલિનનું સ્તર જાળવી રાખશે. આયુર્વેદમાં, સદાબહાર ફૂલો અને પાંદડાને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાની દવા માનવામાં આવે છે.
ડાયાબિટિઝના દર્દીઓ સદાબહારનાં પાંદડાં અથવા ફૂલોને માત્ર ચાવીને ખાઈ શકો છો અથવા તેને સૂકવી શકો છો અને પાવડર બનાવી શકો છો અને પછી તેને હુંફાળા પાણી સાથે લઈ શકો છો.