દિલ્લીમાં વધારે ઝડપથી પવન ફૂંકાવાને કારણે પ્રદૂષણનું સ્તર સુધર્યું
- દિલ્લીમાં હવા બની રાહતમય
- પવન ફૂંકાવાને કારણે બન્યું
- લોકોને પ્રદૂષણથી રાહત
દિલ્લીમાં પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું હતુ કે તેના કારણે લોકો પર જોખમ આવી ગયું હતું, એર ક્વોલિટી ઈન્ડેક્ષ અતિજોખમી સ્તર પર પહોંચી ગયો હતો પણ હવે તેમાં થોડો સુધારો જોવા મળ્યો છે. દિલ્લીમાં વધારે ઝડપથી પવન ફૂંકાવાને કારણે પ્રદૂષણનું સ્તર સુધર્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે, પશ્ચિમી પવનો 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાથી વિઝિબિલિટી 3,200 મીટર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે,નવેમ્બર દરમિયાન અત્યાર સુધી માત્ર સોમવાર હતો જ્યારે પાલમ હવામાન કેન્દ્રે 3,000 મીટરથી વધુની વિઝિબિલિટી અને આટલો જોરદાર પવન નોંધ્યો હતો.
પ્રદુષણને ઓછું કરવા માટે સરકાર દ્વારા ઘણા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તો સરકારે પણ પ્રદૂષણને લઈને ઘણા પ્રકારના પ્રતિબંધ લાદી દીધા છે. આમ છતાં પણ હજુ પણ હવા ખરાબ છે. એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) રવિવારે 349 ની સરખામણીએ સોમવારે 311 હતો. AQI મંગળવારે “નબળી” શ્રેણીને સ્પર્શે તેવી શક્યતા છે, પરંતુ બુધવારે ફરી ખરાબ થઈ શકે છે, કારણ કે પવનની ગતિ ધીમી પડી શકે છે.
દિલ્હીમાં એવરેજ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) છેલ્લા 24 કલાક દરમિયાન 311 નોંધાયો હતો, જે રવિવારે 349ની સરખામણીમાં ઓછો હતો. તે જ સમયે ફરિદાબાદમાં AQI 330, ગાઝિયાબાદ 254, ગ્રેટર નોઈડા 202, ગુરુગ્રામ 310 અને નોઈડામાં 270 નોંધાયો હતો.