અમદાવાદઃ મધ્યપદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ફરી 1.90 લાખ ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 137.99 મીટરે પહોંચી છે.ડેમના રિવરબેડ 42,625 ક્યુસેક અને ગોડબોલે ગેટ મળી નર્મદા નદીમાં કુલ 2,42,625 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે પહેલા પૂરની પરિસ્થિતિ થઇ એટલું પાણી વધશે નહિ એટલે ચિંતાની કોઈ બાબત નથી. પરંતુ નદીકાંઠાના ગામોને સાવચેત રહેવા જણાવાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 138.68 મીટર સુધી પહોંચી હતી. દરમિયાન મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમના દરવાજા બંધ કરાંતા ધીરે ધીરે નર્મદા બંધની જળસપાટી નીચે ઉતરી બે ત્રણ દિવસ સ્થિર રહી હતી. જે 137.72 મીટર સુધી નીચે ઉતારી ગઈ હતી જેથી પૂરની પરિસ્થિતિ ઓસરી ગઈ હતી. અને સ્થિતિ રાબેતા મુજબની થતાં હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી આપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે મધ્યપ્રદેશમાં પુનઃ વરસાદ પડતા ઓમકારેશ્વર ડેમમાંથી ફરી 15 ગેટ ખોલીને 1.90 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવતા જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 137.99 મીટર પર પહોંચી છે. એટલે મહત્તમ સપાટી 138.68 મીટર પરથી એક મીટર નીચે ઉતરી છે. એટલે હાલ કોઈ ચિંતાનું કારણ નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ નર્મદાના ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણીની આવક 1,66,910 ક્યુસેક થઇ રહી છે. જ્યારે પાણીની જાવક 2,59,978 ક્યુસેક થઈ રહી છે. પાણીની આવકને પગલે રીવરબેડ પાવર હાઉસ 42,625 ક્યુસેક ખર્ચ કરી રહ્યું છે. જ્યારે સી.એચ પી.એચમાંથી 17,353 ક્યુસેક પાણી ખર્ચ કરવામાં આવી રહ્યું છે. રિવરબેડ 42,625 ક્યુસેક અને ગોડબોલે ગેટ મળી નર્મદા નદીમાં કુલ 2,42,625 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે પહેલા પૂરની પરિસ્થિતિ થઇ એટલું પાણી વધશે નહિ એટલે ચિંતાની કોઈ બાબત નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાલ નર્મદા જિલ્લા સહિત ભરૂચ, વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામોને સાબદા કરવામાં આવ્યા છે.