MBBS પ્રવેશ માટે લેવાતી નીટમાં ધોરણ 12 સાયન્સના 50 ટકા ‘માર્ક્સની મર્યાદા દૂર કરાઈ
અમદાવાદઃ એમબીબીએસના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ધોરણ-12 સાયન્સ અને નીટના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. હવે મેડિકલમાં પ્રવેશ માટેની નિયમોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આંશિક ફેરફાર કર્યો છે. દેશમાં તબીબી અભ્યાસક્રમમાં થયેલા ફેરફારમાં હવે નેશનલ મેડીકલ કાઉન્સિલએ તા.2 જૂનના નોટીફીકેશનમાં એમબીબીએસમાં પ્રવેશ માટે ધો.12માં ઓછામાં ઓછા 50% માર્કસની જોગવાઈ તે દુર કરવામાં આવી છે, અને હવે ધો.12 પાસ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થી નીટ-અન્ડરગ્રેજયુએટ (પ્રવેશ પરીક્ષા)માં બેસી શકશે. આમ હવે ફકત ‘નીટ’ના સ્કોર (રેન્ક)ના આધારે જ એમબીબીએસમાં પ્રવેશ મળશે. જો કે ડેન્ટલ, આયુર્વેદીક, હોમિયોપેથી અને નર્સીંગ કોર્ષમાં પ્રવેશ માટે ધો.12 સાયન્સમાં ઓછામાં ઓછા 50% માર્કસ હજુ પણ ફરજિયાત છે. જો કે ફિઝીયોથેરાપીમાં પ્રવેશ માટે ધો.12 પાસ એ જ લાયકાત ગણાશે તેમાં લઘુતમ માર્કસની કોઈ જોગવાઈ નથી. જો કે ધો.12 પાસને ‘નીટ’માં બેસવાની છૂટની જોગવાઈ નથી તેની અસર એમબીબીએસ સિવાયની ફેકલ્ટીને અસર થઈ શકે છે.
સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં 12 ડેન્ટલ કોલેજની 1200 બેઠકો 40 આયુર્વેદીક કોલેજની 2700 બેઠકો, 42 હોમીયોપેથી કોલેજની 4000 બેઠકો, તેમજ નર્સીંગ કોલેજની 25000 બેઠકો, 65 ફીઝીયોથેરાપી કોલેજની 5300 બેઠકો ઉપલબ્ધ છે. રાજયમાં કુલ 42986 વિદ્યાર્થીઓ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કરી છે જેમાં 17000 ને 50%થી ઓછા માર્કસ છે. જો હવે એમબીબીએસ સિવાયની ફેકલ્ટીમાં લઘુતમ 50% માર્કસની જોગવાઈ દુર ન થાય તો આ તમામ કોલેજોમાં બેઠકો ખાલી જ રહેશે. બીજી તરફ દેશમાં એમબીબીએસમાં હવે વિદ્યાર્થીને પાંચ વર્ષનો અભ્યાસક્રમ વધુમાં વધુ નવ વર્ષમાં પુરો કરવો પડશે. નેશનલ મેડીકલ કમીશનના નવા માપદંડમાં જે તે વિદ્યાર્થીએ પ્રવેશની તારીખથી 15 વર્ષમાં આ અભ્યાસ પુરો કરવો ફરજિયાત છે. બાદમાં તેને એમબીબીએસમાં અભ્યાસની છુટ અપાશે નહી. દેશમાં 1 લાખથી વધુ એમબીબીએસ બેઠકો છે જેમાં ‘નીટ’ના આધારે જ પ્રવેશ અને પ્રથમ વર્ષનો અભ્યાસ પુરો કરવા ચાર વખત તે પ્રયાસ કરી શકશે તો દેશમાં તમામ મેડીકલ કોલેજોને રેટીંગ અપાશે અને તેના આધારે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં સરળતા રહેશે.