Site icon Revoi.in

વિશ્વના સૌથી સુખી દેશોની યાદી જાહેર,જાણો ભારત કયા નંબરે છે

Social Share

દિલ્હી: ગ્લોબલ હેપીનેસ રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવ્યો છે. આ અંતર્ગત દુનિયાભરના સૌથી ખુશ દેશોની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. ટોચના 20માં એક પણ એશિયન દેશ નથી, જ્યારે ફિનલેન્ડ ટોચ પર છે, જેણે સતત છ વર્ષથી આ સ્થાન જાળવી રાખ્યું છે. આ દેશની વસ્તી 55 લાખથી વધુ છે. હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ફિનલેન્ડને 7.842 પોઈન્ટ મળ્યા છે.

હેપ્પીનેસ ઈન્ડેક્સ દેશને તેના જીડીપી, જીવનની ગુણવત્તા અને આયુષ્યના આધારે રેન્ક આપે છે. આ રેન્કિંગ કોવિડ સમયગાળા એટલે કે 2020 થી 2022 વચ્ચે બહાર પાડવામાં આવ્યું ન હતું. યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક હેઠળ પ્રકાશિત થયેલો આ અહેવાલ 150 થી વધુ દેશોના વૈશ્વિક સર્વેક્ષણ ડેટા પર આધારિત છે. આ કિસ્સામાં 2020 થી 2022 સુધી, હેપ્પીનેસ રેન્કિંગ છેલ્લા 3 વર્ષમાં તેમના સરેરાશ જીવન મૂલ્યાંકનના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

ટોપ 10 દેશોમાં ક્યાં – ક્યાં દેશો છે

રિપોર્ટ અનુસાર ફિનલેન્ડ પ્રથમ અને ડેનમાર્ક બીજા ક્રમે છે. ત્રીજા નંબર પર આઇસલેન્ડ છે, જે તેની સુંદર ખીણો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તે એક મુખ્ય પ્રવાસી આકર્ષણ રહ્યું છે. ઈઝરાયેલ ચોથા ક્રમે અને નેધરલેન્ડ પાંચમા ક્રમે છે. આ યાદીમાં છઠ્ઠા સ્થાને સ્વીડન, સાતમા ક્રમે નોર્વે, આઠમા ક્રમે સ્વિટ્ઝર્લેન્ડ, નવમા ક્રમે લક્ઝમબર્ગ અને 10મા ક્રમે ન્યૂઝીલેન્ડ છે.

ભારતનો નંબર ક્યાં છે?

150 દેશોની યાદીમાં ભારત 136મા ક્રમે છે. ગત વખતે ભારત 139માં સ્થાને હતું. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની યાદીમાં ભારત બીજા ક્રમે છે.