સપ્ટેમ્બરથી રાજ્યમાં યોજાનારી નેશનલ ગેમ્સનો લોગો લોંચ કરવામાં આવ્યો -ગીરના સિંહને મળ્યું સ્થાન
- ગુજરાતમાં રમાશે નેશનલ ગેમ્સ
- લોગોમાં ગીરના સિંહને મળ્યું સ્થાન
અમદાવાદઃ- ગુજરાત રાજ્યમાં આ વખતે 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સપ્ટેમ્બરની 27 તારીખથી લઈને ઓક્ટોબરની 10 તારીખ સુધી આ ગેમ્સનુિં આયોજન કરાયપું છે ત્યારે આજ રોજ નેશનલ ગેમ્સ માટેનો લોગો જાહેર કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ 2015માં આ નેશનલ ગેઇમ્સ યોજાઇ હતી ત્યારબાદ 7 વર્ષે ગુજરાતમાં તેનું આયોજન થઈ રહ્યું છે.
નેશનલ ગેઇમ્સ માટે લોગોનું લોન્ચીંગ થયું હતું જેમાં ગુજરાતની શાન અને ગીરનું અભિમાન ગણાતા એવા સિંહને સ્થાન મળ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વા લોગો લોન્ચ કરવામાં આવ્યો છે.જાણકારી પ્રમાણે રાજ્યમાં યોજાનારી આ નેશનલ્સ ગેમ્સમાં 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ પાર્ટિપીપેટ કરવાના છે આ માટેની તૈયારીઓ પણ અત્યારથી શરુ કરવામાં આવી ચૂકી છે
રાજ્યમાં નેશનલ ગેઇમ્સ યોજવા માટેની તૈયારી ખાસ રીતે કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નેશનલ ગેઇમ્સનું આયોજન એ ગુજરાત માટે મોટી ગૌરવની વાત છે અને આ એક ઘણું મોટૂ આયોજન હશે .