1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ અને ટેક કંપનીઓની મન મરજી પર લાગશે રોક, કોમ્પિટિશન અમેડમેન્ટ બિલ લોકસભામાં થયું પાસ
ગૂગલ અને ટેક કંપનીઓની મન મરજી પર લાગશે રોક,  કોમ્પિટિશન અમેડમેન્ટ બિલ લોકસભામાં  થયું પાસ

ગૂગલ અને ટેક કંપનીઓની મન મરજી પર લાગશે રોક, કોમ્પિટિશન અમેડમેન્ટ બિલ લોકસભામાં થયું પાસ

0
Social Share
  • હવે ગુગલ જેવી ટેક કંપનીઓની ખેર નથી
  • નહી ચાલે આ લોકોની હવે મનમાની
  • કોમ્પિટિશન અમેડમેન્ટ બિલ લોકસભામાં થયું પાસ

દિલ્હીઃ- હવે ગૂગલ કે અન્ય ટેક કંપનીઓ  પોતાની મનમરજી ચલાવી શકશે નહી, હવે આ પ્રકારની કંપનીઓ તમારા પર તેમની મનમાની ચલાવી શકશે નહીં. કારણ કે તાજેતરમાં  લોકસભામાં કોમ્પિટિશન એમેન્ડમેન્ટ બિલ પાસ કરવામાં આવ્યું છે.

આ સાથે જ કોમ્પિટિશન એમેન્ડમેન્ટ બિલ પાસ થવાને કારણે મોટી ટેક કંપનીઓને ઝટકો લાગી શકે છે. જ્યાં એક તરફ ગૂગલ એન્ડ્રોઈડ ઈકોસિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યું છે. તે જ સમયે, આ બિલ પાસ થવાને કારણે, ગૂગલ અને તેની પ્રતિસ્પર્ધી કંપનીઓને આંચકો લાગી શકે છે.  કારણ કે આ બિલમાં થયેલા સુધારા મુજબ હવે કંપનીઓ યુઝર કે તેના ફોન પર પોતાની મનમાની ચલાવી શકશે નહીં.

સંશોધિત કાયદામાં એક મોટો ફેરફાર એ છે કે જો કોઈ કંપની મનસ્વી રીતે અથવા તેના યુઝર પર કોઈ દબાણ કરતી જોવા મળે છે, તો ભારતીય સ્પર્ધા પંચ એટલે કે CCI તેને સજા કરી શકે છે.સૌ પ્રથમ, આ બિલના અમલીકરણને કારણે, ટેક બ્રાન્ડ્સ સામે સૌથી મોટી સમસ્યા તેમની આવક સંબંધિત હશે.

ઘણી એન્ડ્રોઇડ બ્રાન્ડ્સે પોતાની પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ માટે મેટા અને સ્નેપ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. હવે તેમને આમ કરવા બદલ સજા થઈ શકે છે. કારણ કે રિપોર્ટ્સ અનુસાર, આવી પ્રી-ઇન્સ્ટોલ એપ્સ આપણા માટે જોખમી સાબિત થઈ શકે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code