- હવે ગુગલ જેવી ટેક કંપનીઓની ખેર નથી
- નહી ચાલે આ લોકોની હવે મનમાની
- કોમ્પિટિશન અમેડમેન્ટ બિલ લોકસભામાં થયું પાસ
દિલ્હીઃ- હવે ગૂગલ કે અન્ય ટેક કંપનીઓ પોતાની મનમરજી ચલાવી શકશે નહી, હવે આ પ્રકારની કંપનીઓ તમારા પર તેમની મનમાની ચલાવી શકશે નહીં. કારણ કે તાજેતરમાં લોકસભામાં કોમ્પિટિશન એમેન્ડમેન્ટ બિલ પાસ કરવામાં આવ્યું છે.
આ સાથે જ કોમ્પિટિશન એમેન્ડમેન્ટ બિલ પાસ થવાને કારણે મોટી ટેક કંપનીઓને ઝટકો લાગી શકે છે. જ્યાં એક તરફ ગૂગલ એન્ડ્રોઈડ ઈકોસિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યું છે. તે જ સમયે, આ બિલ પાસ થવાને કારણે, ગૂગલ અને તેની પ્રતિસ્પર્ધી કંપનીઓને આંચકો લાગી શકે છે. કારણ કે આ બિલમાં થયેલા સુધારા મુજબ હવે કંપનીઓ યુઝર કે તેના ફોન પર પોતાની મનમાની ચલાવી શકશે નહીં.
સંશોધિત કાયદામાં એક મોટો ફેરફાર એ છે કે જો કોઈ કંપની મનસ્વી રીતે અથવા તેના યુઝર પર કોઈ દબાણ કરતી જોવા મળે છે, તો ભારતીય સ્પર્ધા પંચ એટલે કે CCI તેને સજા કરી શકે છે.સૌ પ્રથમ, આ બિલના અમલીકરણને કારણે, ટેક બ્રાન્ડ્સ સામે સૌથી મોટી સમસ્યા તેમની આવક સંબંધિત હશે.
ઘણી એન્ડ્રોઇડ બ્રાન્ડ્સે પોતાની પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ માટે મેટા અને સ્નેપ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. હવે તેમને આમ કરવા બદલ સજા થઈ શકે છે. કારણ કે રિપોર્ટ્સ અનુસાર, આવી પ્રી-ઇન્સ્ટોલ એપ્સ આપણા માટે જોખમી સાબિત થઈ શકે છે.