Site icon Revoi.in

ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર 100 વર્ષ પહેલા આ ખેલાડીએ ફટકારી હતી

Social Share

મુંબઈ:ક્રિકેટમાં કહેવાય છે કે જે ખેલાડી સિક્સ વધારે મારે તેને લોકો વધારે પસંદ કરે છે. આ યાદીમાં ધોની, યુવરાજ, રોહિત શર્મા, પાકિસ્તાની ક્રિકેટર શાહીદ આફ્રિદીને લોકો યાદ કરે છે પરંતુ સૌથી લાંબી સિક્સ મારવામાં આ કોઈ ખેલાડીના નામ નથી.

ક્રિકેટના ઈતિહાસની સૌથી લાંબી સિક્સર અલ્બર્ટ ટ્રોટે 19મી સદીમાં ફટકારી હતી. અલ્બર્ટ ટ્રોટ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એમ બન્ને દેશો માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. અલ્બર્ટે 19મી સદીમાં એક એવી સિક્સર ફટકારી છે, જે લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનની બહાર રસ્તા પર બોલ પડ્યો હતો. તેમની આ સિક્સરની લંબાઈ 160 મીટરથી વધારે હતી. આ ક્રિકેટના ઈતિહાસની સૌથી લાંબી સિક્સર હતી. અલ્બર્ટે ઈંગ્લેન્ડના મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ તરફથી રમતા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ શોર્ટ ફટકાર્યો હતો.

અલ્બર્ટ ટ્રોટ 19મી સદીના સૌથી ખૂંખાર બેટ્સમેનોમાંથી એક રહ્યા છે. તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બન્ને દેશો માટે ક્રિકેટ રમ્યા છે. ઈતિહાસની સૌથી લાંબી સિક્સર અલ્બર્ટના નામે છે. તેમણે 164 મીટરની સિક્સર મારવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. જાણવા મળે છે કે આ ખેલાડીએ 1910માં 41 વર્ષની ઉંમરમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

પાકિસ્તાનના પૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પોતાના કરિયરમાં ઘણી ખતરનાક અને વિસ્ફોટક ઈનિંગો રમી છે. શાહિદ આફ્રિદીએ વર્ષ 2013માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 158 મીટરની લાંબી સિક્સર ફટકારી હતી.