Site icon Revoi.in

દેશનો સૌથી લાંબો રૂપસુંદરી નામનો સાપ વઢવાણમાં મળ્યો, સીમમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગઈ છે. ચોમાસાની સીઝનમાં ગાંમડાંમાં તો સાપ જોવા મળતા હોય છે પણ વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતા હિતેશ્વરસિંહે મોરી શાક માર્કેટ પહોંચી સાપને પકડી લીધો હતો.

સાપોના જાણકાર હોઈ રૂપસુંદરીના નામે ઓળખાતા સાપની લંબાઇ આટલી ન હોય એવું જાણે ગુજરાતના સર્પના નિષ્ણાતો સાથે વાતો કરીને ખરાઈ કર્યા બાદ તેમને એવું જાણવા મળ્યું હતું કે વઢવાણમાંથી પકડાયેલો રૂપસુંદરી નામનો આ સાપ ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો સાપ છે

આ અંગે હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યું હતું કે વઢવાણની શાક માર્કેટમાંથી પકડવામાં આવેલો રૂપસુંદરી દેશનો સૌતી લંબાઈ ધરાવતો સાપ છે, સાપની સામાન્ય લંબાઇ 3.5 ફૂટથી 4 ફૂટ સુધીની હોય છે. વઢવાણમાંથી જે સાપ મળ્યો છે એની લંબાઇ 5 ફૂટ 7 ઇચ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સર્પ સંદર્ભ-2 નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે આ અગાઉ રૂપસુંદરી નામના સાપની સૌથી વધુ લંબાઇ 5 ફૂટ 5 ઇંચનો રેકોર્ડ છે,. જ્યારે વઢવાણમાંથી 5 ફૂટ 7 ઇચનો રૂપસુંદરી નામનો સાપ મળ્યો છે, જે આ પ્રજાતિનો દેશનો સૌથી લાંબો સાપ છે. આ સાપને સીમ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુકાયો હતો.