Site icon Revoi.in

મદ્રાસ હાઈકોર્ટે એ એક કેસમાં મહત્વનો મૂકાદો આપ્યો -કહ્યું ‘ઘર્મ પરીનર્તન કરનારાને નોકરીમાં નહી મળે અનામત’

Social Share

દિલ્હીઃ- ઘર્મપરિવર્તનને લઈને અનેક નિયમો અને કાયદાઓ દેશના રાજ્યની સરકાર બનાવી રહી છે,અનેક રાજ્યોની સરકાર ઘર્મ પરિવર્તનને લઈને સખ્ત જોવા મળી રહી છે ત્યારે હવે આ બબાતને લઈને મદ્રાસની હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે જે પ્રમાણે એક મુખ્ય ચુકાદામાં, મદ્રાસ હાઈકોર્ટે શનિવારે કહ્યું કે કોઈ વ્યક્તિ અન્ય ધર્મમાં પરિવર્તન કર્યા પછી જાતિના આધારે આરક્ષણનો દાવો કરી શકે નહીં.

નપ્રાપ્ત વિગત પ્રમાણે જસ્ટિસ જી.આર. સ્વામીનાથનની આગેવાની હેઠળની મદ્રાસ હાઈકોર્ટની બેંચે ઈસ્લામ અંગીકાર કરનાર સૌથી પછાત સમુદાયના એક હિન્દુ વ્યક્તિની અરજી પર સુનાવણી કર્યા બાદ આ ચુકાદો આપ્યો હતો.અરજદારે ધર્માંતરણ બાદ રાજ્ય સરકારની નોકરીઓમાં જાતિ આધારિત ક્વોટાની માંગ કરી હતી. ખંડપીઠે કહ્યું કે એકવાર હિન્દુ વ્યક્તિ અન્ય ધર્મમાં પરિવર્તિત થઈ જાય છે જે જાતિ પ્રણાલીને માન્યતા આપતો નથી, તે વ્યક્તિ તે જાતિ સાથે સંબંધ બંધ કરી દે છે જેમાં તેનો જન્મ થયો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે અરજીકર્તાએ જણાવ્યું કે તેણે મે 2008માં ઈસ્લામ કબૂલ કર્યો હતો. તેણે 2018માં તમિલનાડુ સંયુક્ત સિવિલ સર્વિસ પરીક્ષા આપી હતી. તે તેમાં લાયક ઠરવામાં નિષ્ફળ ગયો અને તપાસ બાદ ખબર પડી કે તેની સાથે સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે વ્યવહાર કરવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે તેમને પછાત વર્ગના મુસ્લિમ વર્ગ તરીકે માનવા જોઈએ. તેણે વધુમાં કહ્યું કે તેણે ઈસ્લામ ધર્મ અપનાવીને પોતાના મૂળભૂત અધિકારનો ઉપયોગ કર્યો. તમિલનાડુ સરકાર અમુક મુસ્લિમ વર્ગોને સૌથી પછાત વર્ગના સમુદાય તરીકે માને છે.જો કે ધર્મપરિવ્રતન બાદ વ્યક્તિને સરકારી નોકરીમાં જાતિ આધારિત આરક્ષણ નહી મળે.