Site icon Revoi.in

‘રુહ બાબા’નો સિનેમાઘરોમાં પર ચાલ્યો જાદૂ –  ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ માત્ર 5 દિવસમાં કરોડોની કમાણી કરીને 100 કરોડની ક્લબમાં સામેલની તૈયારીમાં

Social Share

મુંબઈઃ- વિતેલા શુક્રવારના રોજ રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મને હીજી તો થોડા જ દિવસો થયા છે ત્યા તો તેણે બમ્પર કમાણી કરી લીધી છે.રુહાન બાબાનો રોલ પ્લે કરીને દર્શકોના દીલ જીતવામાં કાર્તિક આર્યન સફળસાબિત થયો છે. કિયારા અડવાણી ,સંજય મિશ્રા અને રાજપાલ યાજવે પણ સારી ભૂમિકા ભજવી છે, ભૂતીયો એહેસાસ અને કોમેડિથી ભરેલી આ ફિલ્મને જોવા દર્શકો રિલીઝના આટલા દિવસો બાદ પણ સિનેમાઘરોમાં આવી રહ્યા છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ભૂલ ભુલૈયા 2 ની કમાણી ટ્વિટર પર શેર કરી છે. તરણે લખ્યું છે કે, ‘ભૂલ ભુલૈયા 2 એ પાંચમા દિવસે પણ મોટું સરપ્રાઈઝ આપ્યું છે અને ડબલ ડિજિટમાં કમાણી કરી છે. ફિલ્મ માસ સર્કિટમાં સારો દેખાવ કરી રહી છે..આ સાથે જ બીજા વીકએન્ડમાં 100 કરોડનો આંકડો પાર કરી લેવો જોઈએ. ફિલ્મે શુક્રવારે 14.11 કરોડ, શનિવારે 18.34 કરોડ, રવિવારે 23.51 કરોડ, સોમવારે 10.75 કરોડ અને મંગળવારે 9.56 કરોડની કમાણી કરી છે. ફિલ્મની કુલ કમાણી 76.27 કરોડ છે.

જો બોક્સ ઓફીસ પર ફિલ્મના કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે ગઈકાલ સુઘી ટોટલ 75 કરડોને પાર કમાણી કરી લીધી છે,જેથી હવે તે 100 કરોડની ક્લબમાં સામેલ થવાની આસપાસ છે જો એમ કહીે તો ખોટૂ નથી.

ભૂલ ભૂલૈયા 2 એ માત્ર ચાર દિવસમાં 66 કરોડનો બિઝનેસ કરી લીધો હતો. આવી સ્થિતિમાં વેપાર નિષ્ણાતોને આશા હતી કે પાંચમા દિવસે પણ આ ફિલ્મનો જાદુ ઓસરવાનો નથી. કાર્તિક આર્યનની ફિલ્મે પાંચમા દિવસના કલેક્શન પરથી પડદો ઉઠાવી લીધો છે અને હવે એવું માનવામાં આવે છે કે વીકએન્ડના અંત સુધીમાં ભૂલ ભુલૈયા 2 સરળતાથી 100 કરોડની કમાણી કરી લેશે.