મુંબઈ: જોનસન બેબી પાઉડર બનાવતી કંપની જોનસન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડને મોટો ઝટકો લાગ્યો છે.મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ જોનસન બેબી પાવડર બનાવવાનું લાઇસન્સ રદ કર્યું છે.એફડીએએ મુંબઈ અને મુલુંડમાં જોનસન બેબી પાવડરના ઉત્પાદનનું લાઇસન્સ રદ કર્યું છે. કંપની હવે મહારાષ્ટ્રમાં ટેલ્ક આધારિત બેબી પાવડરનું ઉત્પાદન અને વેચાણ કરી શકશે નહીં.પાવડરના નમૂનાઓ પ્રમાણભૂત ગુણવત્તાને પૂર્ણ કરતા નથી.જોનસન બેબી પાવડરના સેમ્પલ મુલુંડ, મુંબઈ, પુણે અને નાસિકમાંથી લેવામાં આવ્યા હતા.
એફડીએએ એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે,જોનસન બેબી પાઉડરનો ઉપયોગ નવજાત બાળકોની ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. એફડીએએ કંપનીને જોનસન બેબી પાવડરનો સ્ટોક પાછો ખેંચી લેવા પણ કહ્યું છે.FDA અનુસાર, વહીવટીતંત્રે ડ્રગ્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન એક્ટ, 1940 હેઠળ ફર્મને કારણ બતાવો નોટિસ જારી કરી છે.તેમાં પૂછવામાં આવ્યું હતું કે લાયસન્સ સસ્પેન્શન કે રદ કરવા જેવી કાર્યવાહી કેમ ન કરવી જોઈએ.
કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે,જોનસન એન્ડ જોનસન વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતોના વૈજ્ઞાનિક વિશ્લેષણની પાછળ મજબૂત રીતે ઉભી છે.તેમનું વિશ્લેષણ પુષ્ટિ કરે છે કે ટેલ્ક આધારિત જોનસનનો બેબી પાવડર સલામત છે.કંપનીએ કહ્યું કે,બેબી પાવડરમાં એસ્બેસ્ટોસ નથી હોતું અને તેનાથી કેન્સર થતું નથી.
અમેરિકન ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસન ભારતમાં લાંબા સમયથી બેબી પાવડરનું વેચાણ કરી રહી છે.કંપનીનો જોનસન બેબી પાવડર ભારતીય બજારમાં ઘણો લોકપ્રિય છે. મોટાભાગના ઘરોમાં નાના બાળકો માટે આ પાવડરનો ઉપયોગ મોટા પાયે થાય છે.ભારતમાં, બેબી પાવડર ઉપરાંત, કંપની બેબી શેમ્પૂ, બેબી સોપ અને બેબી ઓઈલ પણ વેચે છે અને તેની ભારે માંગ છે.
એફડીએ અનુસાર, જોનસન બેબી પાવડરના નમૂનાઓ લેબ ટેસ્ટિંગ દરમિયાન માનક pH મૂલ્યને પૂર્ણ કરતા ન હતા.પ્રેસ નોટમાં જણાવાયું છે કે,સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ લેબોરેટરી, કોલકાતાના નિર્ણાયક અહેવાલને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.તે રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે,જોનસનના બેબી પાઉડરની pH વેલ્યુ નિર્ધારિત ધોરણ પ્રમાણે નથી.