- શ્રદ્ધાકપૂરની ફિલ્મ’ સ્ત્રી 2′ ને લઈને કરી જાહેરાત
- જાણો ક્યારે આ ફિલ્મ થશે રિલીઝ
મંબઈઃ-અભિનેત્રી શ્રેદ્ધા કપૂર અને રાજ કૂમાર રાવની ફિલ્મ સ્ત્રી આજે પણ આપણાને યાદ છે આ ફિલ્મ સુર હિટ ગઈ હતી ત્યારે બાદ ફિલ્મના પાર્ટ 2 ને લઈને અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું હતું બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હોરર ફિલ્મોના ક્રેઝને જોતા આ ફિલ્મનો ફાઈનલી પાર્ટ 2 આવવાની જાહેરાત કરાઈ ચૂકી છે.
અમર કૌશિકના નિર્દેશનમાં બનેલી સ્ત્રી ફિલ્મને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. હવે દર્શકોના પ્રેમને જોતા આ ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોએ તેની આગામી સિક્વલની જાહેરાત કરી છે.
એટલે કે હવે ‘સ્ત્રી’ ફરી એકવાર સિનેમાઘરોમાં પરત ફરવા જઈ રહી છે. ફિલ્મની સિક્વલ ક્યારે આવશે, તેની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ફિલ્મ સ્ત્રીમાં, નિર્માતાઓએ દર્શકોને સંપૂર્ણ રીતે મૂંઝવણમાં મૂક્યા હતા, તેમના મનમાં આવા પ્રશ્નો ઉભા કર્યા હતા, જેના જવાબો ફિલ્મમાં મળી શકે છે.
ફિલ્મ નિર્માતાઓએ માહિતી આપી હતી કે ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે એટલે કે ઓગસ્ટ 2024માં આવશે. આ ફિલ્મના પાર્ટ 2માં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અભિષેક બેનર્જી, પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના ફરી એકવાર સ્ક્રિન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે .