નવી દિલ્હીઃ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોરમ પર માલદીવના કેટલાક મંત્રીઓ તરફથી કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણીઓ પછી માલદીવ એસોસિએશન ઓફ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી(MATI) નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમે આવી અપમાનજનક ટિપ્પણી સખત નિંદા કરીએ છીએ. MATIએ કહ્યું કે માલદીવના ઈતિહાસમાં ભારત હંમેશા મુશ્કેલીના સમયમાં સૌથી પ્રથમ આવ્યું છે.MATIએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના સાથે-સાથે ભારતના લોકો પ્રત્યે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની અમે સખત નિંદા કરીએ છીએ. ભારત અમારા સૌથી નજીકના પાડોશીઓ અને સહયોગીઓ માંથી એક છે. MATI એ એક નિવેદનમાં કહ્યું કે ભારત હંમેશા અમારા મુશ્કેલીના સમયમાં પ્રથમ મદદકર્તા રહ્યું છે. અમે સરકાર સાથે સાથે ભારતના લોકોની સાથે ઘાઢ સબંધ બનાવ્યોં છે તેના માટે અમે અત્યંત આભારી છીએ.
MATI માલદીવ એસોસિએશન ઓફ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી (MATI) તેમના નિવેદનમાં કહ્યું છે કે, ભારત માલદીવના પ્રવાસન ઉધોગમાં સતત અને નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. કોવિડ-19 દરમિયાન ભારત એક આવા મદદગારના રૂપે સામે આવ્યું હતુ, જેણે આપણી બગડતી પરિસ્થિતિને સુધારવામાં મદદ કરી હતી. એના પછી ભારત માલદીવ માટે ટોચના બજારોમાંનું એક છે. તેમને આગળ કહ્યું કે આમારી ઈચ્છા છે કે બંન્ને દેશો વચ્ચેના ગાઢ સંબંધો આવનારી પોઢીઓ સુધી ચાલુ રહે. આ માટે આપણે અભદ્ર નિવેદનોથી બચવું જોઈએ. જેના કારણે આપણા સારા સંબંધો પર કોઈ નકારાત્મક અસર ન થઈ શકે.
માલદીવ એસોસિએશન ઓફ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી (MATI) તેમના નિવેદનમાં કહ્યું છે કે ભારતના સૌથી મોટા ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ પૈકીના એક EASEMYTRIPએ રાજદ્વારી વિવાદ વચ્ચે માલદીવ માટે ફ્લાઈટ બુકિંગ સ્થગિત કરી દીધું છે.