Site icon Revoi.in

કોવિડ પ્રતિબંધો બાદ હવે માલદીવ ભારતનો વિઝા મુકત પ્રવાસનો લાભ લેનાર પ્રથમ દેશ બન્યો

Social Share

દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી પડોશી દેશો સાથે સંબંધનો વધારે મજબુત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. પડોશી પ્રથમ એવા મંત્ર સાથે પડોશી દેશમાં કોઈ પણ સમસ્યા ઉભી થાય તે માટે મદદ કરવા માટે ભારત પ્રથમ આગળ આવે છે. જેથી પાકિસ્તાન અને ચીન સિવાયના પડોશી દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબુત બન્યાં છે.

ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે આતંકવાદીઓને મદદ કરે છે. જ્યારે વિસ્તારવાદી ચીન અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જો કે, અન્ય પડોશી દેસો સાથેના સંબંધો ભારતના સંબંધ સૌથી વધારે મજબુત છે. દરમિયાન  ભારતે માલદીવ સાથે વિઝા મુક્તિ સમજુતી ફરીથી લાગુ કરી છે. જેથી ભારતીય નાગરિકો વિઝા વિના માલદીવનો પ્રવાસ કરી શકે છે. આવી જ રીતે માલદીવના પ્રવાસીઓ પણ ભારતમાં કોઈ પણ પ્રકારના વિઝા વિના પ્રવાસ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને માલદીવ વચ્ચે વર્ષ 2018માં વિઝા મુક્તિ સમજુતી લાગુ કરાઈ હતી. જો કે, કોરોનાને કારણે આ સમજુતીને અચોક્કસ મુદત માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે બન્ને દેશ આ સમજુતી ફરીથી શરૂ કરવા માટે સંમત થયા છે. કોરોના વાયરસના કેસમાં ઘટાડો થવાની સાથે કેટલાક નિયમો અનુસાર આ સમજુતી ફરીથી લાગુ કરવામાં આવી છે. આમ હવે આગામી 15 ઓકટોબરથી ભારતના પ્રવાસે આવનાર માલદીવના નાગરિકોને કોઇપણ વિઝાના જરૂરિયાત રહેશે નહી.

આ સંબંધમાં માલદીવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ વિદેશ મંત્રી ડો.એસ જયશંકરનો આભાર માન્યો હતો. માર્ચ 2020માં કોવિડ પ્રતિબંધો લાગુ થયા બાદથી માલદીવ ભારતનો વિઝા મુકત પ્રવાસનો લાભ લેનાર પ્રથમ દેશ બન્યો છે.